પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઉપવાસની તલવાર લટકતી ન રાખો ૭ તમે વિચાર કરશે. તેમના આ કામને તમારે પૂરતી બાંયધરી ગણવી જોઈ એ. પણ આવી બહુમતી હોવા છતાં મદિર કેમ ન ઊઘડે? કામારિન ઈચ્છે તો એ મંદિર ઉધાડી શકે. પણ ગમે તે કોઈ એક માણસ એની સામે મનાઈહુકમ લાવી શકે. તમે ઝામોરિનની સામે સત્યાગ્રહ નથી કરતા. આ કામમાં સરકારી કાયદાથી આપણને મદદ થાય. પણ તે માટે તમે ઉપવાસ કરી શકે નહીં. લોકોનું હૃદયપરિવર્તન કરવાનું હતું તે થયું એટલે દરજજે આ મંદિર ઊઘડયું જ છે. વરતુતઃ એ નથી ઊઘડયું એ કમનસીબ બીના છે. પણ તે માટે આપણે મહેનત કરવી જોઈ એ. બાપુ - ગુરુવાયુરની આસપાસના લોકોએ મહેનત કરી છે તે વિષ મને શક નથી. કાયદાની બાબતમાં તમને એમ નથી લાગતું કે મંજૂરી નથી મળતી કારણુ લેાકા પાતાના હકની બાબતમાં ઊંઘે છે, અને કાયદો કરાવવાને માટે મહેનત કરતા નથી ? તમે એ કામનો આરંભ કેમ ન કર્યો ? રાજાજી- શું બન્યું તેનું હું વર્ણન કરીશ એટલે તમને એનો જવાબ મળી જશે. ગવર્નર સંમત થયા છે અને એમના અનુકુળ રિપેર્ટી સાથે બિલ ગયું છે. મતગણતરી પૂરી થાય ત્યાં સુધી અમે રાહ જોઈ કારણ ઘણા પ્રશ્નોના જવાબ એમાંથી મળી જતા હતા. અને મંજૂરી મેળવવા માટે આપણે હવે સારી સ્થિતિમાં છીએ. જોકે બહુ જ સારી સ્થિતિમાં તા નહીં. કારણુ લોકાની વિરુદ્ધ પ્રચાર હજી ચાલુ છે અને એ તો રહેવાનો. બાપુ- ત્યારે મારે તમારી સામે ઉપવાસ કરવો જોઈએ. હૃદયપરિવર્તન માટે તો હુ ઉપવાસ ન કરી શકું . રાજાજી-લેાકમત મંદિર ખોલવા તરફ છે એ મતગણતરીથી જણાયું. પણ આપણે આ બધું કાયદેસર રીતે અને શાંતિથી કરવું છે. લકાએ વાંધો ઉઠાવ્યા હોત તો પણ મને લાગે છે, મંજૂરી તો આવશ્યક હતી જ. - બાપુ - મતગણતરીમાં કાયદાની માગણી આવતી નથી. કાયદાની માગણી કરવાથી લોકમત વ્યક્ત થાય છે. રાજાજી – દેશભરમાં ચળવળ ઊપડશે. વાઈસરેય મુશ્કેલીઓ ઊભી કરે છે, આપણે ભારતમંત્રીને અપીલ કરવી પડશે. પણ તમે ઉપવાસની તલવાર માથા ઉપર લટકતી રાખે એટલે આ બધું કામ અમે શી રીતે કરી શકીએ ? બાપુ - મારે લાભાલાભનો વિચાર કરવાનો નથી. મારી પાસે તો નૈતિક કસોટી એ નિર્ણાયક કસોટી છે. મારું વલણ આ છે : તમને મારે ઉત્તમ ન્યાયાધીશ તરીકે સ્વીકારવા જોઈ એ. હું વાઈસરોયના દોષ કાઢતા નથી.