પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૭૮ ઉપવાસ મુલતવી રાખું, છોડી ન દઉ' રાજાજી એણે મુદત નકકી કરી છે એ રીત બહુ અસાધારણ છે ખરી, પણ એનો અર્થ એ નથી થતો કે એની પાછળ કોઈ હેતુ છે. હું” તો આગ્રહ કરું છું કે ઉપવાસ મુલતવી રાખવાનો પ્રશ્ન હવે છે જ નહીં. તમારે ઉપવાસનો વિચાર જ છોડી દેવી જોઈ એ. - બાપુ લેાકાની ઈચ્છા શી છે એ નક્કી કરવા માટે કંઈ આ ઉપવાસ નહોતો. મંદિર ખુલ્લું કરાવવાને માટે લોકો મહેનત કરે એટલા માટે ઉપવાસ હતા. રાજાજી -લે કે તે કહે છે કે અમારી મિલકત વહેચી આપપણ રિસીવર મિલકત લઈ ને છાનામાને બેસી રડે તો શું થાય? હિંસા કારગત થાય જ નહી, એ જે નિરપવાદ સત્ય હોય તે મારે કાંઈ કહેવાનું નથી. ધારો કે એક સિંહ ઘેટાને ખાઈ જાય છે. તમારી અહિંસા એ સિંહને રોકી શકવાની નથી. બાપુ—પણ મારી અહિંસાની વાત નથી. લોકોની સામુદાયિક અહિંસાનો પ્રશ્ન છે. લોકોએ તો પોતાની માગણીનું વાજબીપણું સાબિત કર્યું. હવે તેનો વિરોધ કરવો એ હિંસા છે. હું તો પાવર હાઉસ જેવા છું. લોકો તેમાંથી શક્તિ મેળવે છે. - રાજાજી —એ હું સમજું છું. જે કરવા જેવું છે તે બધું થઈ રહ્યું છે. જોકે મંજૂરીને માટે મહેનત કરે તે માટે ઉપવાસની ખરેખર કશી જરૂર નથી. બાપુ - ત્યારે આપણે ઉપવાસ મુલતવી રાખીએ. e રાજાજી મંજૂરી માટે તો ઉપવાસ છે જ નહીં. તેથી હું તે કહું છું કે તમે એની વાત જ બંધ રાખો. જરૂર પડે તો તે વખતે તમે કળ્યાં નથી કરી શકતા? બાપુ – પણ જ્યાં સુધી મારી પ્રતિજ્ઞા પૂરી નથી થઈ ત્યાં સુધી મારાથી ઉપવાસની વાત કેમ છોડી દેવાય ? ગુરુવાયુર મંદિર ઊઘડે કે તરત ઉપવાસ ઊડી જાય. | રાજાજી — મંજૂરી મળે, કાયદો પસાર થાય, એટલે ગુરુવાયુરનું મંદિર ઉધડવું જ ગણાય. બાપુ – પણ હું લોકોની સામે ઉપવાસ કરું છું, કયાં હું ધારાસભ્યોની સામે કરું છું ? રાજાજી - ગુરુવાયુરના મંદિર પૂરતી જ તમારી પ્રતિજ્ઞા છે એટલે તો મંજૂરી મળે તેની સાથે તમારી પ્રતિજ્ઞા પૂરી થાય છે. પણ જેને એ