પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૮૪ વચ્ચે વચ્ચે હિસાઅ કાઢતા ન રહેવાય બાપુ -એ હજુ એટલે ખરાબ નથી થયા. પણ આખી વસ્તુ જ મહા કરુણ છે. e રાજાજી - આ બધામાંથી આપણે ચેતવણી લેવી જોઈએ. બાપુ - હું તો લઉં છું જ. પણ કોની પાસેથી એ ચેતવણી મળે છે તે હું કહી શકતા નથી. હું તો બધાને કહું છું કે મારી દયા ખાશે નહીં. જો તમે મારી દયા ખાશો તો મને પ્રકાશ મળતા તમે રાકશે. છેક છેલ્લી ઘડીએ પણ પ્રકાશ મેળવવાની મારામાં શક્તિ છે. ' રાજાજી - તમારા હેતુઓ અને ઈરાદાએ વિષે તે શંકા જ નથી. વાંધો તમારી પદ્ધતિ સામે છે. તમે કહો છો કે વખતોવખત આવી કરુણ ધટનાઓ બને છે. એટલે તમારે વખતોવખત એ વસ્તુ ધ્યાનમાં રાખવી. જોઈ એ કે છેવટનું પરિણામ આ કરુણ ઘટનાઓ અથવા તો કડવાશના રોષરૂપે આવવાનું છે. તમે છેવટે બધાને હિસાબ કાઢવા બેસે એ ન ચાલે. વચ્ચે વચ્ચે હિસાબ કાઢતા રહેવું જોઈ એ. બાપુ - હું કહું છું કે જ્યાં સુધી આપણા અંતિમ ધ્યેયને કશું જોખમ નથી ત્યાં સુધી લાભ-ગેરલાભના હિસાબ કરતા રહેવું એ બિનજરૂરી છે. આપણે તો એટલું જ જોવું જોઈએ કે આપણે જે કરી રહ્યા છીએ તે શુદ્ધ છે કે કેમ ? આપણે જે વાવી રહ્યા છીએ તે પ્રેમ છે કે બીજું કાંઈ? આપણે દ્વેષનું વાવેતર નથી કરવું. તમે સૂચવો છે તે પ્રમાણે વખતોવખત તાગ કાઢતા રહેવાનું શક્ય જ નથી. મગજ ખુલ્લું રાખીએ એટલું બસ છે. આસપાસ જે ઘટનાઓ બને તેની એના ઉપર અસર પડવા દેવી જોઈએ. હું તો હંમેશાં એમ જ કરું છું. ૧૯૧૯ની છઠ્ઠી એપ્રિલનો દાખલે લે. અથવા પ્રિન્સ ઑફ વેલ્સ આવ્યા તે વખતનાં મુંબઈનાં તોફાનોનો દાખલ લો. દાસ દોડતા આવીને મને ઠપકો આપવા લાગ્યા કે અમારી સાથે મસલત કર્યા વિના આ પગલું કેમ ભયું ? મેં કહ્યું, હું શી રીતે રાહ જોઈ શકુ ? મારાથી વધુ ટ્રામે કેમ બળવા દેવાય તથા વધુ પારસી બાળાઓ ઉપર કેમ અત્યાચાર થવા દેવાય ? ત્યાર પછીનો ભારે દાખલા બારડોલીના ઠરાવથી સત્યાગ્રહની લડત બંધ કર્યા છે. રાજાજી આ બધા દાખલાઓ તે કરુ છુ ધટનાઓ બનવા પામે તે પહેલાં પાળ બાંધવાના છે. બાપુ - આપણે તો હંમેશાં જાગ્રત રહેવાનું છે. ખબર પડે કે તરત ચેતીએ. કેપન - મારે કશી દલીલ કરવાની નથી. મને કેટલું દુઃખ થાય છે તે તમે સમજી શકે એમ નથી.