પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સનાતનીઓના મેલા ઉપાયો ૩૮૫ બાપુ – હું બધુંય સમજું છું. પણ મેં કાળજું કઠણ કર્યું છે. આ ગુરુવાયુરના પ્રકરણમાં આપણે બધા સંડોવાયેલા છીએ. એમાંથી આપણે ન છૂટી શકીએ. જે આપણે વા જઈ એ તો એ મહાકરણ થાય. ગુરુવાયુર તા પવન કઈ દિશામાં વાય છે એ બતાવનારું તણખલું છે.' આજે સનાતનીઓ મેલામાં મેલા ઉપાય અખત્યાર કરી રહ્યા છે. આ લોકો કશા સિદ્ધાંત વગરના છે. એમનાં કેટલાંક કામ તો એવાં ભૂંડાં છે કે એમના ઉપર બદનક્ષીની ફરિયાદ કરી શકાય. શંકરાચાર્યો આજે નામના જ શંકરાચાર્યે છે. તેમની ગાદીને તેઓ લજવે છે. આપણી આગળ એક વાત કરી જાય છે અને જાહેરમાં બીજી જ વાત કહે છે.. - ગુરુવાયુરની બાબતમાં તમારે એ જોતા રહેવાનું છે કે તમને જેમણે સહીઓ આપી છે તેઓ ત્યાં પણ સહીઓ આપતા તા નથી ? તમારે જાહેરનામાં કાઢવાં જોઈ એ. અરજીઓ મેકલવી જોઈએ. ઝામારિનને હમણાં છેડવાની જરૂર નથી. એ મંડળમાં ઝામરન ઉત્તમ માણસ છે. એ ચારિત્ર્યવાન છે. પોતાની સમજણ પ્રમાણે એ કરી રહ્યો છે. શશુ આયર, એક ગણિતશાસ્ત્રી અને એની ગણિતશાસ્ત્રી પુત્રી. શશુ – તમને મળવા આવ્યો છું, કારણ તમે “ સ્પાન્નોકિંગને ૌો 'વાળા શ્લોકના દષ્ટાંત છો. હું અસપૃશ્યતાનિવારણમાં માનું છું, સંસ્થાઓને મદદ કરું છું. પણ તમે જે ઝડપે આ કામ લેવા માગે છે તેમાં હું માનતો નથી, કારણ એમાં ભારે કલહ થવાનો સંભવ છે. મેળથી કામ થાય એ હું ઈચ્છું છું. ઉપવાસ એ બળજબરી છે. તમે શું ઈચ્છા છો એ સવાલ નથી, પણ લોકે એને શી રીતે લે છે એ સવાલ છે. આ વાત જ એવી છે કે તે માટે વખત જોઈ એ. તમારે માણસ પાસેથી કામ લેવાનું છે. એમની સાથે ધીરજ રાખવી જોઈ એ. ખાટી ઉતાવળથી કામ બગડશે. અમે તો સાંભળ્યું હતું કે કેલપ્પન છૂપી રીતે ખાતા હતા. બાપુ – ત્યારે તો એના ઉપવાસથી તમને કશે ઉપદ્રવ નહોતો. એવા ઉપવાસની કશી અસર જ ન પડે. તમે તે ગણિતશાસ્ત્રી છે. એટલે ગણિતની રીતે સમજી શકે કે એવા ઉપવાસથી લોકો ઉપર કશું દબાણ ન પડે. - મંદિરમાં ખરેખરા જનારાઓના જ મત લેવાયા હોય તો એ મતગણતરી ખરી ગણાય. e રાજાજી --તમે એમ તો નથી કહેવા માગતા ને કે પાનાનીમાં બધા ભાતિકવાદીઓ અને બુદ્ધિવાદીઓ બની ગયા છે કે મંદિરને તેઓ ભૂલી ગયા હોય ? મ-૨૫