પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મુંબઈ સરકારને ગાંધીજીએ મોકલેલુ’ નિવેદન ૪૧૧ અંતમાં હું જણાવ્યું કે મારા અંતરને જ્યાં સુધી હું જોઈ શકુ છું ત્યાં સુધી આ ઉપવાસ શુદ્ધમાં શુદ્ધ હેતુથી અને એક પણ મનુષ્ય પ્રત્યે મનમાં દ્વેષ કે ક્રોધ રાખ્યા વિના મે' આદરેલા છે. મારે માટે એ અહિંસાના એક પ્રકાર છે અને અહિંસા ઉપર કેટલી મહાર છે. તેથી કોઈને પણ મારી અથવા મેં ઉપાડેલા કામની વિરુદ્ધ માનીને તેની સામે જે માણસ આ પ્રકરણમાં હિંસાનો ઉપયોગ કરશે તે મારા અંતને વધુ નજીક આણશે. બધી બાબતોમાં એમ ન મનાતું હોય તોપણ આ બાબતમાં તો, સફળતા માટે. વિરોધીઓ પ્રત્યે સંપૂર્ણ સભ્યતા અને આદરભાવ એકદમ આવશ્યક છે.'