પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સેંકડો આહતિઓ અપાય તોપણ વધારે નથી [ ૨૦મી સપ્ટેમ્બરે ગાંધીજીના ઉપવાસ શરૂ થયા પછી વર્તમાનપત્રના પ્રતિનિધિઓને જેલમાં તેમને મળવા દીધા હતા. એ મુલાકાતનો નીચે પ્રમાણે અહેવાલ ૨૧મી સપ્ટેમ્બરના ‘ટાઈમ્સ ઍક ઇન્ડિયા'માં પ્રસિદ્ધ થયેલ હતા. ] ગાંધીજીને યરવડા જેલમાં રાખ્યા પછી નવ મહિનામાં પહેલી જ વાર વૃત્તવિવેચકોને તેમને મળવા દેવામાં આવ્યા હતા. સાંજે સાડાપાંચ વાગ્યે અતિશય ગંભીર વિચારપ્રેરક વસ્તુ સાંભળવાનું સદભાગ્ય તેમને પ્રાપ્ત થયું હતું. આમરણાંત ઉપવાસ શરૂ કર્યા પછી પાંચ જ કલાકે ગાંધીજીની સાથે વાર્તાલાપ કરવાની તક વૃત્તવિવેચકોને મળે તેની સ્વાભાવિક રીતે જ તેમના દિલ ઉપર ઊંડી અસર પડે. અમને એક લાંબી સાંકડી ઓરડીમાં દાખલ કરવામાં આવ્યા. તેની બન્ને બાજુએ જેલમાં વણાયેલી શેતરંજીએ, ધાબળા અને બીજી વસ્તુઓથી ભરેલા લાકડાના ધેડા હતા. ત્યાં ખુરશી ઉપર અમને હસીને આવકાર આપતી એક વ્યક્તિ બેઠેલી હતી, જેના તરફ કેવળ હિંદુસ્તાનની જ નહીં પણ પશ્ચિમના દેશોની તેમ જ પૂર્વના કેટલાક દેશાની પણ મીટ આજે મંડાયેલી છે. એમને પૂછવામાં આવ્યું કે આ પ્રકરણને સુખદ અંત આવશે એવી આશા તમે સેવા છે ને ? તેના જવાબમાં તેમણે કહ્યું, “ હું અદમ્ય આશાવાદી છું. ઈશ્વરે મારા ત્યાગ કર્યો હોય તે જુદી વાત છે, નહીં તો હું આશા રાખું છું કે મારે મરણ પયંત ઉપવાસ કરવા પડશે નહીં.” ગાંધીજીએ કહ્યું કે તેમના ઉપર ઘણા લોકોના એવા તાર આવ્યા છે કે તેઓએ સહાનુભૂતિમાં ઉપવાસ કરવાના નિર્ણય કર્યો છે, અથવા ઉપવાસ કરવા ઇચ્છે છે. * પણ હું દરેકને આગ્રહ કરું છું કે કોઈ સહાનુભૂતિમાં ઉપવાસ ન કરે. મેં ઈશ્વરના આદેશથી આ ઉપવાસ આદર્યા છે. એટલે આ લોકોને એ ચોક્કસ આદેશ ન મળ્યો હોય તો તેમને ઉપવાસ કરવાનું કશું કારણ નથી. આત્મશુદ્ધિ અથે અથવા આ કાર્યની સાથે એકતા દર્શાવવાને અર્થે એક દિવસ ઉપવાસ કરવામાં આવે એ ઠીક છે. પણ ૪૧૩