પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી એટલું બસ થવું જોઈએ. આ ઉપવાસ એ જેમ કર્તવ્ય છે તેમ એક અધિકાર પણ છે. અને એ અધિકાર એને જ પ્રાપ્ત થાય છે જેણે યમનિયમવાળા જીવનથી એ માટેની લાયકાત મેળવી હોય.” પછી અંત્યજ વર્ગોને કેટલું પ્રતિનિધિત્વ મળવું જોઈએ, એ આજના મુખ્ય પ્રશ્ન ઉપર વાત ચાલી. પ્રથમ તો ગાંધીજીએ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું કે મુંબઈ સરકારને એક નિવેદન મોકલ્વે પાંચ દિવસ થયા છતાં હજી તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. આજે જો એ નિવેદન ફરી લખવાનું હોય તો ત્યાર પછી બનેલી ઘટનાઓના પ્રકાશમાં એ જુદુ જ થાય. મુલાકાતને અંતે તેમણે જણાવ્યું કે પોતાના આ નવા નિવેદનને એ નિવેદનનું પૂરક ગણવું પણ એના ઉપર આધાર રાખનારું ન ગણવું. તેમણે આગળ ચલાવ્યું, “મારાં પાનાં તા ખુલ્લાં જ છે. પણ પ્રસ્તુત બાબતમાં જેલના સળિયા પાછળથી મારાથી કશું કહી શકાય તેમ ન હતું. હવે અંકુશો દૂર કરવામાં આવ્યા છે એટલે છાપાંવાળાએને હું આ પહેલી જ મુલાકાત આપું છું. મારા ઉપવાસ કાયદાથી નક્કી કરવામાં આવેલી અનામત બેઠકોની સામે નહીં, પણ અલગ મતદારમંડળાની સામે છે. કાયદાથી અનામત બેઠક રાખવામાં આવે તેની સામેના મારા ઉગ્ર વિરોધથી અંત્યજોના હિતને હું હાનિ પહોંચાડું છું એમ કહેવું બરાબર નથી. અનામત એડકાની હું વિરુદ્ધ હતો ખરો અને આજે પણ છું. પણ અનામત બેઠકોની યોજના મારી આગળ સ્વીકાર કે અસ્વીકાર માટે કદી મૂકવામાં જ આવી નથી. એટલે એ મુદ્દા ઉપર મારે કશા નિર્ણય કરવાનો સવાલ જ ન હતા. એ પ્રશ્ન ઉપર મારા વિચારો મેં આપમેળે જણાવ્યા ત્યારે જરૂર એ વિષે મારી નિરાશા મેં દર્શાવી. મારા નમ્ર મત પ્રમાણે આવી અનામત બેકાથી અંત્યજોની કશી સેવા થવાને બદલે એમનું નુકસાન થાય છે. કારણ એનાથી તેમના સ્વાભાવિક વિકાસ અટકી જાય છે. કાઈ પણ કામને કાયદાથી અનામત બેઠકો આપવામાં આવે એ માણસને ટેકો આપીને ચલાવવા સમાન છે. એટલે દરજજે આવા ટેકા ઉપર તે આધાર રાખતો થઈ જાય છે એટલે દરજજે તે અપંગ બને છે. જે મારી ઉપર હસે નહીં તે હું નમ્રતાપૂર્વક એ દાવા રજુ કરવા માગું છું કે જોકે જન્મે હું ‘સ્પૃસ્ય’ છું પણ મેં “ અસ્પૃશ્ય ’ બનવાનું પસંદ કર્યું છે. વળી ‘ અસ્પૃશ્ય'માં પણ ઉપરના દસ ટકાના પ્રતિનિધિ બનવાનો પ્રયત્ન નથી કર્યો, પણ મારી મહત્ત્વાકાંક્ષા ‘ અસ્પૃસ્ય'ના છેક નીચલા થરના લોકો સાથે એકરૂપ થવાની અને તેમના પ્રતિનિધિ બનવાની છે. અંત્યજોને માટે એ શરમભરેલું છે કે એમનામાં પણ