પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સેકડો આહુતિઓ અપાય તોપણ વધારે નથી ૪૧૫ જ્ઞાતિભેદો અને ઊંચનીચના ભેદો છે. તેમનામાં છેક અદ’ અને ‘ અગમ્ય' ગણાતા વર્ગો છે. જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં ત્યાં મારાં મનઃચક્ષુ આગળ એ લોકો આવીને ઊભા રહે છે, કારણ ઝેરના પ્યાલાનું આકંઠ પાન તેમને કરવું પડયું છે. મેં તેમને મલબારમાં જોયો છે, એરિસામાં જોયા છે. મારી ખાતરી થઈ છે કે કોઈ પણ દિવસ એમનો ઉદ્ધાર થશે તો તે અનામત એઠકથી થવાનો નથી પણ હિંદુ સુધારકો તેમની વચ્ચે જઈને તનતોડ કામ કરશે તેથી જ થવાના છે. મને લાગ્યું કે આ રીતે તેમને અલગ પાડવાથી તેમનામાં સુધારો કરવાની બધી આશા ધૂળ મળી જો, ત્યારે જ મારા સમસ્ત આભાએ આ ચુકાદાની સામે બંડ પોકાર્યું. અહીં હું એટલું સ્પષ્ટ કરે કે અલગ મતદારમંડળે રદ થવાથી મારી પ્રતિજ્ઞાના શબ્દાર્થોનું પાલન થશે, પણ તેની પાછળ રહેલા ભાવનું તેથી કદી પાલન થવાનું નથી. વળી ‘પૃસ્ય’ અને ‘ અસ્પૃસ્ય’ વચ્ચે થાગડથીગડ સમજૂતી થશે તો તેથી સ્વેચ્છાએ બનેલા ૬ અસ્પૃશ્ય” તરીકે મને જરાયે સંતોષ થવાના નથી અને હું પગ વાળી જંપીને બેસવાનો નથી.

  • મારે જે જોઈ એ છે, જેને માટે હું જીવું છું, અને જેને માટે હું પ્રસન્નતાપૂર્વક મરવા તૈયાર છું તે એ છે, કે અસ્પૃશ્યતાનું જડમૂળથી નિકંદન થાય. મારે તો બેની વચ્ચે ખરી સમજૂતી થાય એ જોઈ એ છે. એની જીવનપ્રદ અસર દૂરના ભવિષ્યમાં નહીં પણ આજે જ દેખાવી જોઈએ. એ સમજૂતી ઉપર આખા હિંદુસ્તાનના ‘સ્કૃ’ અને ‘ અસ્પૃશ્ય’એ મળીને પોતાની મહોર મારવી જોઈએ. તેમને મળવું નાટકી દેખાવના રૂપનું નહીં પણ બંધુતાની સાચી ભાવનાનું હોવું જોઈ એ. છેલ્લાં પચાસ વરસથી આ સ્વપ્ન હું સેવી રહ્યો છું, અને તે સિદ્ધ કરવા માટે આજે મેં' અગ્નિપ્રવેશ કર્યો છે. બ્રિટિશ સરકારના ચુકાદા એ તો કેટલું નિમિત્ત હતું. સમાજશરીરમાં વ્યાપેલા મહાભયંકર રોગની એ અચૂક નિશાની હતી. આવી બાબતમાં હું સાચા વૈદા હોવાના દાવા કરું છું. તેવા વૈદ્યની અમાધ દૃષ્ટિથી મેં એ રાગની નિશાની પારખી લીધી. અલગ મતદારમંડળા રદ કરવામાં આવે એ તો મારે મન આ કાર્યનો આરંભ છે. એટલે મુંબઈમાં અને બીજે એકઠા થયેલા નેતાઓને હું ચેતવવા ઇચ્છું છું કે તેઓ કોઈ પણ જાતના ઉતાવળા નિર્ણય ઉપર ન આવે.

મારી જિંદગીની હું પરવા કરતો નથી. સવર્ણ હિંદુઓએ પોતાનાં સધર્મી એવાં આ લાચાર સ્ત્રીપુરૂ ષ ઉપર જુલમની જે ઝડી વરસાવી છે તેના પ્રાયશ્ચિત્ત તરીકે, આ ઉમદા કામમાં સેંકડો પ્રાણ આપવામાં આવે તોપણ એ પૂરતું નથી. એટલે હું તો એમને આગ્રહ કરું કે સો ટકા