પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જ મહાદેવભાઈની ડાયરી એવાં છે જેમાં કેલપનની ને મારી પેઠે પ્રાણની આહુતિ આપીને સિદ્ધ કરવા તૈયાર છે કે હિંદુ ધર્મ એ સાંકડા વાડે કે સંપ્રદાય નથી, પણ જીવતાજાગતો ધર્મ છે, અને કડકમાં કડક અંતરાત્માને, ઊડામાં ઊંડા વિચારકને, અને પવિત્રમાં પવિત્ર માણસને સંતોષ અને શાંતિ આપવાને સમર્થ છે. સાધનશુદ્ધિ એક સજન જેમનો મને સારો પરિચય છે અને જેઓ અસ્પૃશ્યતાનિવારણની હિલચાલ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, છતાં તેના આખા કાર્યક્રમમાં સંમત નથી, તેમણે મને હિંદીમાં એક લાંબા કાગળ લખે છે, તેના સાર નીચે આપું છું : | ft મને ભય રહે છે કે દેશના તમામ ભાગમાં હિલચાલની મર્યાદા સચવાતી નથી. મને ખબર મળા છે કે કેટલેક ઠેકાણે પોતાનું કાર્ય કર્તા કહેવડાવનારા, હાની પ્રથાના અનુયાયીઓને ગાળા દેવા અને પવિત્ર નામાનો ઉપહાસ કરવા જેવાં શંકાસ્પદ સાધનો વાપરે છે. જે ઈ આપનાં વચનાનું પૃથક્કરણ કરવાની હિંમત કરે, કે હિલચાલ જે અતિશયતાનું રૂ૫ ધારણ કરી રહી છે તેની સામે વાંધો ઉઠાવે, તેની તરત જ ઠેકડી કરવામાં આવે છે, તેને ધર્મ દ્રોહી કહી નિદવામાં આવે છે, અને એથી ભંડાં પરિણામની ધૂમકી પણ આપવામાં આવે છે. આ લોકોને અત્યના આથિ ક કે નૈતિક કલ્યાણની પરવા નથી. તેઓ માને છે કે અઢારે વણને ભેગા જમાડવામાં અને ટ્રસ્ટીઓની ઇરછાને અવગણીને પણ મંદિરો તરફ હરિજનનાં ટોળાંની કૂચ લઈ જવામાં તેમના કર્તા ગુની અતિ થઈ જાય છે. મારી ખાતરી છે કે આ હિલચાલ હરિજનાની લવલેશ સેવા કર્યા વિના માત્ર જૂના વિચારના લોકોની લાગણી દુભવવાના ઇરાદાથી કરેલા આડબરવાળા દેખાવાનું રૂ૫ પકડે એવી આપની ઇચછા ન જ હોય, ” ગયે મહિને મને અસ્પૃશ્યતા વિષે સાએક કાગળ મળ્યા હશે, તેમાં કાર્યકર્તાઓની હિંસક ગણાય એવી વર્તણૂક વિની ફરિયાદના આ પહેલા જ કાગળ છે. છતાં કાંઈ નહીં તો એ લખનાર સજજન પ્રત્યેના આદરને લીધે આ કાગળ હું કાર્યકર્તાઓને ચેતવણી આપવા માટે પ્રસિદ્ધ કરું છું. હું જાણું છું કે આ સજજન જાણીજોઈને અતિશયોક્તિ ન જ કરે. ધર્માની બાબતમાં -- હું તો કહું કે કોઈ પણ બાબતમાં – જબરદસ્તી ન કરી શકાય. • ત્રીજી નિવેદન તા. ૭-૧૧-૧૯૩૨