પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સાધનશુદ્ધિ ૪૫. કોઈ પણ માણસ, પછી તે ગમે તે જાતને, ધર્મના કે દેશને હાય તાપણ તેની પ્રત્યે કોઈ પણ જાતની હિંસા કરવાની વિરુદ્ધના મારા અત્યંત દૃઢ વિચારો પ્રજાને જાણીતા છે. તેથી આ હિલચાલ ચલાવનારાઓ સમજે કે આગામી ઉપવાસમાંથી મને ઉગારવાની અધીરાઈમાં પણ તેઓ શંકાસ્પદ સાધનાનો ઉપયોગ કરીને હિલચાલને વેગ વધારી શકવાના નથી. તેઓ. એવાં સાધનો વાપરશે તો માત્ર મારા અંત વહેલા આણશે. જે હિલચાલને માટે ઈશ્વરે પેલા નાનકડા ઉપવાસની પ્રેરણા કરી એમ હું માનું છું, તે. હિલચાલના અધઃપાતના સાક્ષી બનવું એ મારે માટે જીવતા માત સમાન છે. ટોળાશાહીથી હરિજન અને હિંદુ ધર્મની સેવા થવાની નથી. જગતમાં નહીં તો હિંદુસ્તાનમાં આ કદાચ સૌથી મોટી ધામિક સુધારાની હિલચાલ હશે, કેમ કે એમાં દાસત્વમાં રહેતા ચાર કરોડ માનવજીવોના કલ્યાણને પ્રશ્ન રહેલે છે. જૂના વિચારવાળા જે વર્ગ એમાં અસંમત હોય તેની પ્રત્યે આપણે પૂરેપૂરા વિનયવિચારથી વત વું ઘટે છે. આપણે તેમને પ્રેમથી, આપભોગથી, આપણા શુદ્ધ જીવનની તેમનાં હૃદય પર મૂગી અસર પડવા દઈને જીતવા રહ્યા છે. આપણાં સત્ય અને પ્રેમ વિરોધીઓને આપણા મત તરફ જતી લેશે એવી આપણને શ્રદ્ધા હોવી જોઈએ.. ને એટલું તો નિઃસં ય છે કે ચાર કરોડ મનુષ્યને જુગજૂની દલિત દશામાંથી કેવળ આડબરવાળા દેખાવા વડે મુક્ત કરી નહીં શકાય. ચોમેરથી હુમલો કરનારા સંગીન રચનાત્મક કાર્યક્રમ રચવા ને પાર ઉતારવા પડશે. આ સાહસને સારુ ઊંચામાં ઊંચી ધર્મભાવનાથી પ્રેરાયેલાં હજારો સ્ત્રીઓ અને પુરુપા, બાળકો અને બાળાઓની એકાગ્ર શક્તિની જરૂર છે. તેથી, જેઓ આ હિલચાલનું શુદ્ધ ધાર્મિક સ્વરૂપ ન સમજી શકતા હોય, તેમને આદરપૂર્વક વીનવું કે તેઓ આમાંથી ખસી જાય. જેમનામાં એ શ્રદ્ધા અને ધગશ હોય તેઓ થોડા હોય કે ધણા, પણ તેઓ જ આ હિલચાલનું કામ ચલાવે. અસ્પૃશ્યતાનિવારણમાંથી મેટાં રાજદ્વારી પરિણામ આવે, એટલું જ નહીં પણ જરૂર આવશે, પણ એ રાજદ્વારી હિલચાલ નથી. એ સર્વાશે કેવળ હિંદુ ધર્મની શુદ્ધિની હિલચાલ છે. અને એ શુદ્ધિ કેવળ શુદ્ધમાં શુદ્ધ સાધનો દ્વારા જ થઈ શકે. હિંદુસ્તાનના તમામ ભાગમાં એવાં સે કડો નહીં પણ હજારો સાધને કામ કરી રહ્યાં છે એ પ્રભુની કૃપા છે. અધીરા શંકાશીલ લોકો નિહાળે, રાહ જુએ, અને અવલોકન કરે. પણ તેમણે સારામાં સારા હેતુથી પણ ઉતાવળે ને અવિચારીપણે દખલ કરીને હિલચાલને બગાડવી ન ઘટે.