પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૭ ઉપવાસની યોગ્યતા વિચારો સ્વીકાર્યા એમ આ૫ માની લો છો એ બરાબર નથી. આપના મહાન વ્યક્તિત્વ પ્રત્યેના આદરને લીધે અને રાજકારી બાબતમાં આ૫ આગેવાન હોવાને લીધે, તેઓ ચૂપચાપ આપને સાંભળે, અને આપના વિચારોને ગમે એટલે વિરોધ કરતા હોય – અને ઉત્તર હિંદુસ્તાનમાં તે ધણાયે વિરોધ કરે છે એ હું જાણું છું -તોપણ તેઓ આપની વાત આદરપૂર્વક સાંભળવાની પિતાની ફરજ માને. આપ જાણો છો કે આ લાકે વાચાળ હોતા નથી, અને પાતાથી જુદા વિચારવાળા સામે વિરોધ બતાવવાને ખાસ પ્રયત્ન કરતા નથી અને ખાસ કરીને એ વિચારો આપના જેવા પ્રતિષ્ઠિત પુરુષ દર્શાવે ત્યારે તેઓ વિરોધ ન જ બતાવે.” કરારમાં વસમું શું હતું? આ કાગળમાંથી નકામી કંડિકાઓ અને આગેવાનોનાં નામે કાઢી નાખ્યાં છે. આ ભાઈ એ જે આગેવાનોનાં નામ આપ્યાં છે તેમણે પોતાના અભિપ્રાયો દબાવી દીધા હોય, અને જે શરતો મારા મૃત્યુની ધમકી સિવાય તેમણે કદી ન કબૂલી હોત તે સ્વીકારી હોય તો એ વસ્તુથી મને ભારે ખેદ થાય. આ ભાઈ કહે છે એવી રીતે જે તે વર્યા હોય તો તેમણે દેશની ભારે અસેવા કરી અને ઉપવાસનું શુદ્ધ ધાર્મિક રૂ૫ ન કળી શકયા. જાહેર જીવનમાં ઘણી વાર માણસને સત્યને અથવા લોકકલ્યાણને ખાતર મિત્રાને ગુમાવવા પડે છે. અને આ કરારમાં એવું શું હતું જે આ મિત્રોને એટલું બધું વસમું લાગ્યું? અનામત બેઠકો? સંયુક્ત મતદારમંડળે? કે * પ્રાથમિક ચૂંટણી’ દ્વારા ઉમેદવારોની પસંદગી ? એ બધું તો નહીં જ હોય. હરિજનના જે સામાજિક અને ધાર્મિક હકા યુગો સુધી કરપણે છીનવી લીધેલા તે પાછા આપવાના ઠરાવની સામે તો તેમાં વાંધા ન જ લઈ શકે ! રહ્યો સવાલ માત્ર એમને આપેલી બેઠકોની સંખ્યાનો! પણ એના કરતાં વધારે બેઠકે તો રાજા-મુંજે કરારમાં આપેલી હતી. અને હું આગલા એક લેખમાં કહી ગયો છું તેમ સવર્ણ હિંદુઓ જે ખરેખર માનતા હોય કે હરિજનો આપણા જ ભાઈભાંડુ છે તે તેમને આપણે અત્યાર સુધી કચડ્યો છે, તે તેઓ હરિજનાને ગમે તેટલી બેકા આપે તાયે તે કદી વધારે પડતી ન જ ગણાય. કરારમાં તેમને જે મળ્યું છે તે તેમની લાયકાત વિના, સવર્ણ હિંદુઓની અનિચ્છા છતાં તેમની પાસેથી મારા ઉપવાસને લીધે ઝૂંટવેલી રાહત છે એમ જે માનવામાં આવે તો હરિજનાની માઠી વલે થવાની. a જ઼ાણમાં ન જવું તેથી જો આ પત્રલેખકે આપેલી ખબર સાચી નીવડે તો હું મારા ઉપવાસને બેવડી રીતે મેગ્ય ગણું. જે સમાજ વગર વાંકે બહિષ્કૃત કરવામાં