પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સંસ્કૃત આપણી ભાષાઓની ગંગા 39 મથુરાદાસને : ૮૮ તારા તારમાંથી તારા ઉકળાટ જોઈ શકયો છું. મારો તાર પહોંચ્યા હશે. તને મે જ્ઞાની કહે છે અને તે જ નીવડજે. મારી જેલવાળા તને આ કાગળ વહેલા જ પહોંચાડશે તે જવાબ લખવાની રજા આપશે એમ પ્રબંધ કર્યો છે. તું જાણે છે કે તને મારી નીતિન ચેકીદાર ગણું છું. એ તારો અધિકાર અને ધર્મ બરાબર બજાવજે. જે તને પગલું પસંદ પડયું હોય તો એ કેવળ ઉત્સવને પ્રસંગ છે એ તો સમજાઈ ગયું. હોવું જોઈએ. મને પેટ ભરીને લખજે. કિશોરલાલને :

  • તમને મારું પગલું નીતિમય લાગ્યું કે નહીં તે જાણવાની ઇચ્છા તો રહે જ. નાથને શંકા છે. તેને મે' ઉત્તર વાળ્યો છે. તમે વિચાર્યું હોય તો લખજો. પગલું ધમને અનુસરતું જણાયું હોય તો તે આપણે સારુ આનંદોત્સવ છે એ તો સમજાયું જ હશે. - “ વલભભાઈના સંસ્કૃત વિષે તમને જે ભય છે તેને સારુ કારણ નથી. વલભભાઈની ખેડૂતી ગુજરાતી તેની પાસેથી કોઈ હરી જ ન શકે. એ પ્રવાહને સંસ્કૃત વધારે મજબૂત કરશે. અને આ વખતે ભગીરથ પ્રયત્ન કરે છે તે જ આપણે તો વધાવી લેવાની વસ્તુ છે, એની અસર વિદ્યાર્થીઓ ઉપર પડવ્યા વિના નહી રહે. સંસ્કૃત આપણી ભાષાને સારુ ગંગા નદી છે. એ સુકાય તો ભાષાઓ નિર્માલ્ય થઈ જાય, એમ મને લાગ્યાં જ કરે છે. એનું સામાન્ય જ્ઞાન આવશ્યક છે એમ ભાસે છે.”

જેરામદાસને : "I know how you must be feeling over this penance. But you are brave enough to perceive that this is no occasion for sorrow but for joy. Many of us may have to die before this monster of untouchability is finally destroyed. You should be filled with joy that a comrade has entered the fiery gate. It is well if I come out unhurt; it is equally well, if not better, if the fire consumes me. God has guided my steps. This will be done to the very end. “ આ તપશ્ચર્યાથી તમને કેવું લાગતું હશે તે હું સમજું છું. પરંતુ આ પ્રસંગ શાકનો નહીં પણ આનંદનો છે એટલું સમજવા જેટલા તમે બહાદુર છે જ. આ અસ્પૃશ્યતારૂપી રાસીને વિનાશ થાય તે પહેલાં આપણે ઘણાએ મરવું પડશે. એક સાથીને અગ્નિપ્રવેશ કરવાની તક મળી