પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઝેરમાં અમૃતના ઘ’ઢડા પછી એણે પૂછયું : “ બીજુ જે કાંઈ કહેવાનું હોય તે કહો.” એટલે બાપુએ મથુરાદાસની વાત કાઢી. “ એ છેક રા પેરોલ ઉપર છૂટવાની માગણી કરે છે. મેં એને ના લખી છે, પણ આ દિવસોમાં એવાં મારાં બાળકોને મને લખવાની છૂટ હોય, અને બેલગામવાળા વખતસર કાગળ આપે એટલું કરો તો સારું.” પેલે પૂછે : “ તમારે મથુરાદાસને મળવું છે? ” બાપુ : “ના, મથુરાદાસને મળવાની જરૂર નથી. એણે ત્યાં જ રહેવું જોઈએ.” ડૉઈલ: “ એ તો ઠીક, મથુરાદાસને માટે જ નથી કહેતો; પણ તમારી શાંતિને માટે જે કરવા જેવું હોય તે કરવા તૈયાર છું.” - બાપુ: “ ના, ના. આટલા કાગળ લખવાની છૂટ હોય એટલે બસ. પણ એક વાત કહું : મીરા મારે માટે કેટલી બધી ઘેલી છે તે તમે જાણો છે. કાલે આ એના કાગળ આવ્યે ત્યારે મને ઘડીક તો થયું કે ગવર્નરને લખું કે તમારી કેવી હલકાઈ કે આવી એક ઍડમિરલની છોકરી, તેને તમે આટલી આટલી ઝુરાવા અને મને ન મળી શકે ? પછી મેં જ મનમાં નિશ્ચય કર્યો કે ના જવ, એ મારી પાસે આવી છે તે આગમાં હોમાવા. એણે હોમાવું જોઈએ અને કેરમાં અમૃતના ઘૂંટડા લેવા જોઈએ. એ પ્રમાણે મેં લખ્યું.” a ઑઈલને કાગળ બતાવ્યા. ડૉઈલ કહે : “હું સરકારને કાને આ વાત પહોંચાડીશ.” નરહરિને : ** તમને ઉપવાસન ક્ષેાભ ન હોવા જોઈએ. જેની ઝંખના હતી તે ઘેર બેઠાં પ્રભુએ મોકલ્યું છે. માગેલું મળે તેને શાક ૨૨-૧-' રૂ ૨ ન જ હોય. અમે ત્રણે આનંદમાં છીએ ને પ્રભુની લીલા નિહાળી નાચવાનો પ્રયત્ન કરીએ છીએ. નાચતાં હજુ પૂ રે આવડવું તો નથી. મને લખવાની રજા મેળવી છે એટલે લખજો.” મણિને : તને આશ્વાસનની જરૂર હોય કે ? ખબરદાર, એક પણ આંસુ ઢાળ્યું છે તો. જે સદ્ભાગ્ય મને મળ્યું છે તે કાઈ ને જ કયારેક પ્રાપ્ત થાય છે. એથી રાચવું હોય, રેવું હાય જ નહીં. તારે ને તારા જેવા સારુ ઉપવાસ નથી, પણ પૂર્ણ તન્મયતાપૂર્વક કર્તવ્યપાલન છે. મને જ્યારે લખવું હોય ત્યારે લખવાની લ્ટ મેળવી છે, એટલે મને લખજે.”]