પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બહાર જાઉ? તે શું કરું? આપે, અને કહે કે કેદી તરીકે એણે ન કરવું જોઈતું હતું એવું કહ્યું, અમે શું કરીએ ? એ તો અધમતાની પરાકાષ્ટા કહેવાય. એટલે સુધી એ લોકો ન જઈ શકે, એમ હું નથી કહેતા; પણ એ લોકો એટલે સુધી જવાની જરૂર ન ધારે. અને જરૂર કરતાં આગળ જનારા એ લોકો નથી.” વલ્લભભાઈ : ૪ પછી તમે શું કરો? બાપુ : ‘ ૨૦મીએ તો ઉપવાસ શરૂ ન જ કરાય. ૨૦મી તારીખને ન વળગી શકાય.” વલ્લભભાઈ : “ એ તો નવું બંધારણ થાય ત્યાં સુધી સમય મળી ગયે કહેવાય ના ? અથવા તો લોકોને અને સરકારને તમે લાંબી નોટિસ આપી શકે ને ? ” બાપુ: “ હા, પણ એ તો બહાર ગયા પછી મને એ લેકે કેટલું કરવા દે એના ઉપર આધાર છે. શી સ્થિતિ હશે તે તો મારી કલ્પનામાં નથી આવી શકતું. હું કેવા કાગળ ઘડીશ એયે મને સૂઝતું નથી. પણ મારે તો હિંદુ સમાજ, અંત્યજો, સરકાર, મુસલમાનો, સૌને ઉદ્દેશીને કહેવાનું રહેશે, હિંદુ સમાજે તે અંત્યજોની સાથે ભળીને ઠેર ઠેર સભાઓ કરીને આ વસ્તુનો ઇનકાર કરવા રહેશે. સરકારે તે ખ્રિસ્તી સરકાર તરીકે આ કર્યું છે, એટલે સરકાર અને ખ્રિસ્તીઓ બંનેને મારે એક જ વસ્તુ કહેવાની રહેશે કે તમે ખ્રિસ્તી તરીકે આ નથી કરી શકતા. અમારું સ્વરાજ થવા દો, પછી તમે અંત્યજો ઉપર જે અસર પાડવા માગે તે પાડજે, પણ આજે અમારા કટકા ન કર. મુસલમાનોને તો ત્યાં વિલાયતમાં પણ કહ્યું હતું. અહીં પણ એ જ કહું. હિંદુ સમાજને સમજાયું કે હવે તો અંત્યજોને કાં મુસલમાન, કાં ખ્રિસ્તી થયે જ છૂટકો છે.” વલ્લભભાઈ : ૪ પણ અહીં તો સાંભળે એવા મુસલમાની રહ્યા છે કાણ ? ” બાપુ : “ ભલે ને કાઈ જ ન હોય. પણ આપણે આશા રાખીએ કે એ લોકો પણ જાગ્રત થાય. સત્યાગ્રહની જડ મનુષ્યસ્વભાવ વિષે વિશ્વાસમાં રહેલી છે, દુષ્ટમાં દુષ્ટ માણસને પિગળાવી શકાશે એ શ્રદ્ધામાં રહેલી છે. એટલે કાક મુસલમાન તો જરૂર નીકળે, જે કહે કે અમે આટલું બધું થાય એ તે સહન ન કરી શકીએ. આ બધું કરવાને માટે અમુક અમુક લોકોને તે હું બેલાવી લઈશ. એ બધાને આવવા દેશે કે કેમ તેની ખબર નથી. પણ એ લોકો તો મારું અપમાન કરે એવા પણ છે. કહું કે એ કારણસર એને છેડ્યો છે કે એના મરણની જવાબદારી