પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વિકાર અને વિવાહ પ્રેમ થાય છે. બીજો બાહ્ય વસ્તુ જેવાથી થતા મનાવૃત્તિનો ફેરફાર કે વિકાર છે. એ વિકાર જયારે આખા જીવનને હલાવી નાખે એવો હોય છે ત્યારે નુકસાનકારક થઈ શકે. એક સ્ત્રી કાઈ પુરુષના પ્રત્યે વિકારવશ થાય તો તેને હંમેશાં સમાજ દોષિત નથી ગણતો; જ્યારે એ વિકારની પાછળ વિવાહના ઈરાદો હાય, જેની સાથે વિવાહનો વિચાર થાય છે ત્યાજ્ય ન હોય, એ વસ્તુ પ્રિયજનોથી છાની ન રાખી હોય અને પોતાને વિવાહ કરવાનો અધિકાર હોય. મારી દૃષ્ટિએ તું હજુ વિવાહ લાયક નથી; કેમ કે ભણી રહી છે ને બાળ છે. . . .ની સાથે તેના સંબંધ ત્યાજ્ય હાય, કેમ કે એ શિક્ષક હતા અને વળી તને ભાઈ સમાન હતો.' તારા મનમાં વિકાર પેદા થયો કહે, કે વિવાહપ્રેમ પેદા થયે કહે, તે તેં છાનો રાખ્યો તેથી એ વિકાર દોષિત ગણાય.

  • સ્વાધીનતાને પણ તે નથી સમજી. તારી ઈચ્છાએ તું વડીલોને કાગળ બતાવે તેમાં તું તારી સ્વાધીનતા નથી ગુમાવતી પણ તારી રક્ષા શોધે છે. ઘેર કોઈ આપણે ઉંબરો ઝાલીને બેસે તો તે મેસલ આવ્યું ને આપણી સ્વાધીનતા ગઈ, પણ ઘરની ચેક કરવા આપણે દ્વારપાળ નીમીએ તો તેથી સ્વાધીનતા જતી નથી, પણ તેનું રક્ષણ થાય છે. તેમ જ તારી અજ્ઞાનાવસ્થામાં, અર્ધદગ્ધ સ્થિતિમાં તે વડીલોને ચેકીદાર સમજી તારું હૃદય તેમની પાસે ખુલ્લું કરે, તારા કાગળ બતાવે, તે તું પરાધીન નથી થતી પણ તારી સ્વાધીનતાની રક્ષા શોધે છે. તે સ્વાધીન થાય એ મારી તીવ્ર ઈચ્છા. એ સ્વાધીનતા જળવાય તે સારુ મેં તને સલાહ આપી કે તારે કાગળા વગેરે બધું માતપિતાને બતાવવું. પણ જે તારું મન આ કબૂલ ન કરે, તને એ બજારૂ પ લાગે તો અવશ્ય તારા કાગળો ખાનગી રાખ. હું તો મુદ્દલ બળાત્કાર ન ઈચ્છું. એમ કરવાથી તે કચરાઈ જાય. હું તો એ જ ઇચ્છું કે તું વીર બાળા થા ને પ્રતાપી સેવિકા બન. તું પત્ર લખવાનું બંધ કરે એ તો અસહ્ય લાગે.”

આજે સાંજે પ્રાર્થના સમયે ઠીક ઠીક વાતો થઈ. બાપુએ વલભભાઈને કહ્યું : “સવારે તો તમે મશ્કરી કરતા ૬-૬- રૂ ૨ હતા, પણ હું સાચે જ કહું છું કે તમારે કાંઈ પૂછવું e હોય તે પૂછી લે.” વલભભાઈ : “ તમે શું ધારે છે, આ લોકો શું કરશે ? ” બાપુ: “ મને હજી એમ જ ભાસે છે કે મને ૧૯મીએ અથવા એ પહેલાં છોડી દેશે. એ લોકો મને ઉપવાસ કરવા દે અને કશી ખબર ન