પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બા વદાય લે છે ૪૯ કેલપ્પનને ઉપવાસ ત્રણ માસ માફ રાખવાને અને એ મુદત વીતવા આવે એટલે પાછી બાપુની સંમતિ લઈને ઉપવાસ જાહેર કરવાનો લાંબો તાર કરાવ્યા. એના ઉપર તારા તો કર્યા જ કીધા હતા. પછી રંગસ્વામી આવ્યા. તેણે કેટલીક વાતો કરી અને બાપુએ કહ્યું : “ બસ હું તાર કરીશ. પણ હવે આ વસ્તુ મારામાં પચવા દે, પછી એને શું કહેવું એ મને ખબર પડશે.” - આ પછી બેએક કલાક બીજી વાતો કરતા રહ્યા. તેવામાં ૨૩મીનો લખેલો કેલપ્પનના કાગળ આવ્યો. તુરત જ બાપુએ લાંબા તાર લખાવ્યા. લખાવીને કહે : “ બસ, આ કાગળ આવ્યો એટલે એને શું કહેવું એ મારા મનની અંદર તૈયાર થઈ ગયું.” - સાંજે બાને જવું પડયું, એ ભારે વસમી વાત હતી. બાપુ કહે : હવે જેલરને ન રોકે. તુરત જાઓ, તુરત જાઓ.” e બાના દિલમાં એમ હતું કે બાપુનું છેલ્લું ખાણું તૈયાર કરીને જાઉં. આખરે તૈયાર થયાં. બાપુને કહે : “ લે ત્યારે આવજો, હું જાઉં છું.” કહેતાં કહેતાં આંખ ભીની થઈ ગઈ. | બાપુએ એમના ગાલમાં જરાક સરખી ટપલી મારીને કહ્યું : “ હું આવીશ કે તું આવશે. ચિંતા કરવાની હોય જ નહીં. આટલા દિવસ રહેવાનું મળ્યું એ ઓછું છે ?” આજે રાત્રે પણ “ હરિને ભજતાં હજી કાઈની લાજ જતાં નથી જાણી ? ” એ ભજન ગવડાવ્યું. આજે નિયમ પ્રમાણે તો “ એ બહારે બાગ દુનિયાના વારે હતું. મેં પૂછયુ : ૬ તાપણુ “ હરિને ભજતાં’ જ ગાવું છે ? ” બાપુ : “ હા, તોપણ.” એટલે મેં પૂછયું : “ એ ભજનના ઈતિહાસ છે એમ તમે કેમ કહેતા હતા? શા ઈતિહાસ છે? ” બાપુ કહે : 6 ખાસ ઈતિહાસ નથી. પણ એક વાર હરજીવન કોટકને કાગળ લખતો હતો અને એ ભજન યાદ આવ્યું. બસ, પછી કેમે કરીને એ કેટલાય દિવસ સુધી મનમાંથી નીકળે જ નહીં. ત્યાર પછી તમે ઉપવાસમાં એક દિવસ ગાયું. મેં કરી ગવરાવ્યું અને હવે રાજ ગવડાવું છું, કારણ તૃપ્તિ થતી જ નથી.” e શાસ્ત્રિયારને બહુ જ સુંદર કાગળ આવ્યા. વાંચીને સરોજિનીને કહે : “ સંપૂર્ણ ધનના ભંડાર છે.”