પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ખાને છોડી દીધાં આજે બાને છોડી દીધાં. મેજર ભંડારીએ જ એમને છોડવાની ભલામણ કરેલી. એટલા ખાતર કે કેદી તરીકે એમને ૩ ૦-૧-'રૂર અહીં લાવે તો કદાચ બાપુ કહે કે “ સરોજિની નાયડુને ન આવવા દેવામાં આવે તે બાને પણ હું નથી મળવા ઇરછતો.' સરકારને એણે સૂચના કરી અને તે સ્વીકારવામાં આવી. મેજર આમ બાપુની લાગણીમાં પ્રવેશ કરી શક્યા એ બાપુને બહુ રૂડું લાગ્યું. બાપુએ આજે સવારે વિલાયતના પુષ્કળ પ્રેમપત્રો લખી કાઢયા. પહેલા ચાલી ઍઝને : "Your very first wire showed what my fast meant to you. For me it was the clearest call from God. Events have converted even the scoffers. I did expect a mighty response from the orthodox, but I was unprepared for the sudden manifestation that took place. But I shall not be deceived. It remains to be seen whether the temples opened remain open and the various other things done persist. This breaking of the fast is therefore but a suspension. However, I am not worrying. The fast and its breaking were God's doing. And so will the resumption be, if it is to come. "Gurudev's visit was a blessing. We have come nearer each other than ever before. I do not know if Mahadev had time to tell you how my letter written to him on the eve of the fast and his wire to me blessing it, crossed each other. And then later on cạme Shastri's most loving wire. "But this is all history now. I am daily gathering strength. No anxiety please." મારા ઉપવાસની તમારા ઉપર કેટલી અસર થઈ હતી તે તો તમારા પહેલા તારથી જ જણાયું હતું. મારે માટે તો ઈશ્વરને એ સ્પષ્ટ આદેશ હતો. ત્યાર પછી જે ઘટનાઓ બની છે તેનાથી, ઠેકડી કરનારાઓનાં દિલ પણ બદલાયાં છે. સનાતનીઓ તરફથી ભારે જવાબ મળશે એવી આશા મેં રાખી જ હતી. પણ એકાએક જે ઉત્સાહ પ્રગટયો છે. તે માટે હું તૈયાર નહોતો. પણ એ બધાથી હું છેતરાઈ જવાના નથી. જે મંદિરો ઊઘડવ્યાં છે તે કયાં સુધી ઉધાડાં રહે છે અને જે વસ્તુઓ બની છે તે કયાં સુધી ચાલુ રહે છે તે જોવાનું છે. એટલે આ પારણાં એ માત્ર ઉપવાસની માફી જ છે. છતાં હું કશી ચિંતા કરતો નથી.