પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વિલાયતના પ્રેમપત્ર ઉપવાસ અને પારણાં ઈશ્વરે જ કરાવ્યાં છે. અને ફરી વળી ઉપવાસ કરવાપણું હશે તો એ જ કરાવશે.. “ ગુર્દેવની મુલાકાત આશીર્વાદરૂપ નીવડી. અમે પહેલાં કરતાં એકબીજની વધારે નજીક આવ્યા છીએ. ઉપવાસના આરંભ વખતે જ તેમને લખેલે મારે કાગળ અને ઉપવાસને આશીર્વાદ આપતા તેમના તાર સામસામા ભટકાયા, અને ત્યાર પછી તરત શાસ્ત્રીના બહુ પ્રેમભર્યો તાર આવ્યા. એ બધું લખવાને મહાદેવને વખત મળી શકયો છે કે કેમ એ હું જાણતા નથી. પણ આ બધી તે હવે ઇતિહાસની વાત થઈ ગઈ. પ્રતિદિન મારામાં શક્તિ આવતી જાય છે. ચિંતા કરવાની મના છે.” [ આ લખ્યા પછી ઍઝ અને વેરિયરના તાર આવ્યા. એટલે બાપુએ તા. કે. ઉમેરી : "As I have been writing the European love letters, your cable also signed by Verrier comes to me. God be thanked. I know you are labouring." - “ હું યુરોપના પ્રેમપત્ર લખી રહ્યો હતો ત્યાં તમારો તાર જેના ઉપર વરિયરની પણ સહી છે તે મળ્યા. ઈશ્વરના મહા અનુગ્રહ છે. હું જાણું છું તમે ખૂબ મહેનત કરી રહ્યા છે.' મિસિસ એસ્થર મેનનને : "Even from this distance I could realize your agony. But God never comes to us except through the way of fire. There is a deep unconscious joy felt during such purifying agony. I hope that you were partaker of such joy during the trial. I saw or rather heard your name together with those of Horace Alexander and Andrews among the sender of a long message from England. I am growing stronger day by day. You won't expect a long letter from me. I am expending what energy I have in writing love notes to friends in England." e * આટલે દૂરથી પણ તારું દુ:ખ હું સમજી શકું છું. પણ ઈશ્વર હમેશાં આપણી પાસે કાંટાળે રસ્તેથી જ આવે છે. આવી પાવક વેદના વખતે એક ડા, ઉપરથી ન દેખાય તેવા આનંદ અનુભવાય છે. હું આશા રાખું છું કે આ કસોટી દરમિયાન આવા આનંદની ભાગીદાર તું પણ થઈ હશે. ઇંગ્લેડથી હીરેસ ઍલેકઝાન્ડર અને ઍઝ તથા.