પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



साध्वी मेरी कार्पेन्टर

જે જનહિતૈષી, બુદ્ધિમાન સાધ્વી આ પૃથ્વીમાં આવીને તેને ધન્ય અને ઉન્નત કરી ગઈ છે; જે શ્રેષ્ઠ સાધ્વીએ પરોપકાર માટે પાતાનુ બલિદાન આપ્યું હતું, જેણે ન્યાતજાત, ધર્મ કે દેશના ભેદ રાખ્યા વગર જનસમાજનું કલ્યાણ કરવામાં ત્યાગનું ઉત્તમ દષ્ટાંત બતાવ્યું હતું, જેણે લાંબા વખતથી અજ્ઞાનરૂપી અંધકારમાં ઢંકાયલી ભારતલલનાનાં દુઃખ અને દુર્દશાની વાત સાંભળીને અશ્રુપૂણુ નેત્રે ભારતવર્ષમાં પધારીને સ્ત્રીકેળવણીનો પ્રચાર કરવા સારૂ પુષ્કળ પ્રયત્ન કર્યો હતો; તે પ્રાતઃમરણીય પૂજ્ય સાધ્વીનું ચરિત્ર ઘણુજ ઉપદેશપ્રદ છે. એ પુણ્યવતી સાધ્વીના કર્મમય જીવનની ઘટનાઓ કઠોર પરિશ્રમ અને અલૌકિક સહિષ્ણુતાથી અવર્ણનીય છે. એ પુણ્યચરિત્રા, સંન્યાસિની, મહાન સાધ્વીનું નામ “મેરી કાર્પેન્ટર’ હતું.

૧-જન્મ અને બાલ્યાવસ્થાનું શિક્ષણ

મેરી કાર્પેન્ટરનો જન્મ ઇ. સ. ૧૮૦૭ ની ત્રીજી એપ્રિલે ઈંગ્લેંડના એકસીટર નગરમાં થયેા હતો. તેમના પિતાનું નામ ડોકટર લેન્ટ કાર્પેન્ટર હતું. એ એકસીટર નગરમાં પાદરીનું કામ કરતા હતા. મેરી કાર્પેન્ટરની માતા પણ અતિશય ધર્મશીલા નારી હતાં. માતપિતા પાસેથી મેરીએ ધાર્મિકતાના ગુણ મેળવ્યા હતા. અસાધારણ સ્મરણશક્તિ અને પ્રખર બુદ્ધિ હોવાથી બાલ્યાવસ્થામાં શિક્ષણ મેળવતાં તેમને ઘણી મહેનત પડી નહિ. તેમનો અભ્યાસ બચપણમાંજ બહુ ઝડપથી વધવા લાગ્યો. પાછલા જીવનની કાર્ય કુશળતા અને જગતના હિતમાં સામિલ થવાની આકાંક્ષાના અંકુર ઘણી બાલ્યાવસ્થામાંથીજ એમનામાં જોવામાં આવ્યા હતા. બે વર્ષની ઉંમરે જ્યારે એ પિતાની સાથે હવા ખાવા બહાર જતાં ત્યારે ખેતરમાં કામ કરનારા ખેડુતોને મહેનત કરતા જે તે બાળકની તોતલી ભાષામાં બોલતાં કે, “મારે લોકોના