પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
પરિશિષ્ટ

તેને હવે કુરસદ મળી, તેથી તેને અપૂર્વ આનંદ થયો. બંને ભાઈબહેને કહ્યું કે, કાંઈ હરકત નહિ. આપણે હવે ફક્ત બટાટા વગેરે ઉપર રહીશું, પણ આપણું આકાશના અવલોકનનું કામ ચલાવીશું અને તેથી બંને બહુ ઉલટમાં આવ્યાં.

કેરોલીન તો હવે બીજી રાજ્યજ્યોતિષી થઈ, એમ કહીએ તેપણ ચાલે. તેને વિલિયમે એક સાત ફૂટનું દૂરબીન આપ્યું હતું. જ્યારે ભાઈને મદદ કરવાની ન હોય ત્યારે તે પોતે એકલીજ આકાશના અવલોકનનું કામ ચલાવતી. પરંતુ હમણાં તેનું મુખ્ય કામ એ હતું કે જ્યારે વિલિયમ દૂરબીનમાંથી અવલોકન કરતો અને તેમ કરતાં જે બાબતનું ટિપ્પણ કરવું જોઈએ એમ તેને લાગતું ત્યારે તે કેરોલીન ઉતારી લેતી. આ વખતે બંને ભાઇબહેન એટલો શ્રમ કરતાં કે ન પૂછો વાત. અતિશય ઠંડી હોય તોપણ ખુલ્લી જગામાં બંને જણાં આકાશના અવલોકનનું કામ કરતાં. વિલિયમ દૂરબીનમાંથી જોતો અને કેરોલીન તેની નોંધ લેતી. કોઈ કોઈ વખત તો ખડિયામાંની શાહી ઠરી જઈને જામી જતી, તોયે પણ આ બંનેનુ પેાતાનું કામ તો ચાલુ જ રહેતું. આ બંને ભાઈબહેનના એક મિત્રે એવું કહ્યું છે કે, આકાશમાં ઘણાં વાદળાં થવાથી તેમાં અવલોકન કરવાનું કામ અશક્ય થઈ પડે એવી રાત્રિઓ વચમાં વચમાં આવતી, તેથી જ આ બંને જણાં બચવા પામ્યાં; નહિ તો તેમના તે દિવસોના અથાગ શ્રમથી તેમનાં મૃત્યુ જલદીજ થયાં હોત. ગ્રહનક્ષત્રોનું અવલોકન કરવામાં રાત્રિઓ ગાળવી અને તે વખતે લીધેલી નોંધોસંબંધી વિચાર કરવામાં અને લખવામાં દિવસો ગાળવા. આવી રીતે તેમણે એકસરખો અવિશ્રાંત પરિ શ્રમ ચલાવ્યો હતો. આ સિવાય દૂરબીન તૈયાર કરવાનો શારીરિક શ્રમ દિવસે કરવો પડતો તે તો જાૂદોજ. બંને ભાઈબહેને આજ વખતે એક પ્રચંડ દૂરબીન તૈયાર કર્યું. તે ઉભું કરવા માટે અને તેનાં યંત્રો વગેરે બરોબર કરવા માટે જે કાંઈ ખર્ચ થયો તે સરકારે આપ્ચો.

આજસુધી કેરોલીન પોતાના ભાઈને મદદ કરતી તે ફક્ત પોતાની હોંશને ખાતરજ કરતી હતી. તેને કાંઈ તે કામ માટે પગાર નહેાતો મળતો; પરંતુ થોડા જ વખતમાં સરકારે તેને પણ વર્ષ ૫૦ પૌંડનું સાલિયાણું બાંધી આપીને વિલિયમની મદદગાર નીમી. આ વખતે તેને ઘણો જ આનંદ થયો; કારણકે હવે પછી