પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩
સાધ્વી બહેન દોરા

દીધી. ત્યારપછી ઘણા ઉત્સાહથી તેઓ ગાળો ભાંડવા લાગ્યા. એક જણ બોલ્યો ‘‘ઓ બુઢ્ઢિ ! મોં સંભાળ નહિ તો હમણાં મોં ભાંગી નાખીશ.” બીજા બે જણાએ બે બાજુએથી પકડી દોરાને બેસાડી દીધી. દોરા બીજી કાંઈ ગડબડ ન કરતાં પોતાની ફરજ પોતે બજાવી છે એમ સમજી સંતુષ્ટ થઈ. બીજા સ્ટેશન પર તે તરત ઉતરી પડી અને સ્ટેશનપર ઉભી રહી. એટલામાં પછવાડેથી એક માણસ કર્કશ સ્વરથી બોલ્યો કે “આવો, આપણે હાથ મેળવીએ. તમે ઘણાંજ બહાદુર છો. તમે ઠીક કહ્યું હતું. અમારો અન્યાય થયો હતો.” બહેન દોરાએ તેની સાથે શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો, એટલે તે શેકહેન્ડ કરી પેાતાના સોબતીઓ મશ્કરી કરે એ ભયથી તે જલદી ત્યાંથી જતો રહ્યો.

બહેન દોરા પર — સેવાને માટે સર્વદા તૈયાર રહેતી. તેના સૂવાના બિછાના ઉપર એક ઘંટ ટાંગેલો હતો. અર્ધી રાત્રે કોઈ જખમી માણસ આવી ઘંટની દોરી ખેંચે કે દોરા જાગીને બોલતી “પ્રભુ પરમેશ્વર પોતે દરદીરૂપે આવી મને બોલાવે છે.” ખરેખર જેણે પર – સેવામાં જીવન અર્પણ કર્યું છે તેમને મન તો તે પ્રભુસેવાજ છે.

હૉસ્પિટલના બગીચામાં જે ફળમૂળ થતાં હતાં તે બધાં રોગીઓના કામમાં આવતાં. દોરા પાતે મીઠાં ફળ સમારી દરેક રોગીને ભાવતાં ફળ માતાની માફક વહેંચી આપતી.

ભગિની દોરાના આવા માયાળુ વર્તનથી રોગીઓ હોસ્પિટલ છોડ્યા પછી પણ તેનાપર સદ્‌ભાવ રાખતા. સંતાનવત્સલ માતાની માફક દોરાએ સૌનાં ચિત્ત એવાં તો આકર્ષી લીધાં હતાં કે રોગીઓ તથા એના સંબંધમાં આવનાર અન્ય માણસો પોતાની કઠોરતા, નીચતા અને સ્વાર્થીપણું છોડી શાંત બની જતાં.

એક વેળા તે એક ગૃહસ્થને ઘેર ગાડીમાં બેસી રોગીની સેવા કરવા જતી હતી. દરવાજા ઉપર ઉતરી હાથ લંબાવી ગાડીવાનને એક પાવલી આપવા જતી હતી એવામાં ગાડીવાન તેના મોં સામે થોડી વાર જોઇ રહ્યો અને બોલ્યો “બહેન ! શું હું આપની પાસેથી ભાડું લઈશ ? નહિ નહિ, હું આપને સારી પેઠે ઓળખું છું.” દેારા બહેન આ સાંભળી મનમાં ને મનમાં એની કૃતજ્ઞતાની પ્રશંસા કરતી ગૃહસ્થના ઘરમાં ગઈ.

દોરા રોગીઓના ચિત્તનું આકર્ષણ કરતી હતી એટલું જ નહિ પણ ગરીબ તથા પૈસાદાર સૌ તેને ચાહતા. તેમની શારીરિક, માનસિક