પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૪
પરિશિષ્ટ


પ્રભુની મદદ છે કે સેતાનની ? પાદરીએ જોયું અને સુબાને કહ્યું કે, જોનના હૃદયમાં ભૂત તો નથી.

આનું પરિણામ કંઈ ન આવ્યું, પણ ઉલટી જોનની લાગણી દુઃખાઇ, સુબો મુંઝાયો અને શું કરવું, તેની તેને સમજણ પડી નહિ. એમ કેટલાક દિવસ વહીં ગયા.

છેવટે ૧૪ મી ફેબ્રુઆરીનો દિવસ આવી પહોંચ્યો. તે દિવસે જોને સુબા પાસે જઈ કહ્યું કે “પરમેશ્વરનું નામ લઈને કહું છું કે, તમે મને મોકલતા નથી, અને તેથી ફ્રાન્સને ભયંકર સ્થિતિમાં લાવી મૂકો છો. આજે ઓર્લિંયન્સ આગળ યુવરાજના પક્ષે સખ્ત હાર ખાધી છે, અને હજી પણ મને નહિ મોકલો તો વધુ ખરાબી થશે.” સુબાને આ આગાહીથી આશ્ચર્ય ઉત્પન્ન થયું.

“શું આજે ? આજે બન્યું તેની તને શી રીતે ખબર પડી ? અહીં ખબર આવતાંજ આઠ દશ દિવસ લાગે !”

“મને દેવો તરફથી ખબર મળી છે. આજે તમે મને રોકીનેજ લડાઈ ખોઈ છે.”

સુબાએ આમ તેમ આંટા માર્યા, વિચાર કર્યો અને અંતે કહ્યું :–

“જો આ સાચું પડશે, તોજ હું તને રાજાજી તરફ મોકલીશ.”

જોન આનંદમાં બોલી ઉઠી “ઈશ્વરનો આભાર. નવ દિવસમાં ખબર આવી જશે.”

આ પહેલાંજ લોકોએ તેને રણનો પોશાક પહેરાવી દીધો હતો. જોન બધાને ઉત્તેજન આપતી–પ્રેરતી. તેને પોતાને ઘણો ઓછો વખત મળતો. તેને માટે ઘોડો આવી ગયો હતો. પોતાને ઘેાડે ચઢતાં આવડે છે કે નહિ, તે જોવાનો પણ જોનને વખત મળતો નહિ. કારણ કે તેને જે માણસો મળવા આવતાં, તેઓને ઉત્તેજન આપવામાં તે ઘણખરૂં રોકાયેલી રહેતી. તોપણ તેનું કંઈ નહિ. જે જે શીખવાનું તે મન કરતી, તે તે એક પળમાં શીખી લેતી. અમે પણુ યુદ્ધકળા શીખવા લાગ્યા.

ર૦ મી તારીખે જોને અમને બોલાવ્યા, અને કયે રસ્તેથી રાજા પાસે જવું એ નક્કી કર્યું. ભૂગોળમાં તેની કેટલી બધી નિપુણતા હતી, તેની અમને આથી ખબર પડી. જોન કંઇ પણ ભણી નહોતી, તેથી તેની આ શક્તિથી મને કુતૂહલ ઉત્પન્ન થયું. જોને પોતાની બધી વિદ્યા લોકોને પૂછીને મેળવી હતી. તે પોતાના જીવનની એક પળ પણ નકામી કાઢતી નહિ. રાત્રે મુસાફરી કરવી અને દિવસે સૂવું,