પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩ર
પરિશિષ્ટ


સરદાર ! હુકમ આપો.”

“અરે પણ—”

“પણ બણ કંઈ નહિ. ટાયલામાં વખત ન ગુમાવો. રણશિંગાં ફુંકો.” જોનની આંખમાં અજબ તેજ ભભુકતું હતું.

હુકમ અપાયો, અને લશ્કર વીરનાદ કરતું ધસી ગયું. શત્રુ તરફથી તોપના ગોળા છૂટતા હતા. ચારે બાજુ અગ્નિ વરસતો હતો.

એક વખત અમે હઠ્યા; બીજી વખત તેઓ હઠ્યા; હાર ઉપર હાર ખાધી; પણ જોન ત્યાંથી ખસી નહિ. ત્રણ કલાક ભરતીઓટ ચાલી. પણ હાયરે છેલ્લો હુમલો કર્યો અને અમે જીત્યા. સેટલૂપનો કિલ્લો હવે અમારો હતો.

સઘળા જોનને શોધવા લાગ્યા, કારણ કે તેના ઘોડા ઉપર એ નહોતી. ઘણી મહેનત પછી અમે એને મુડદાંઓના ઢગલામાં જોઈ. તે મરણ પામેલા મિત્ર અને શત્રુઓની સ્ત્રીઓ, બહેનો અને માતાએાની શું સ્થિતિ થશે ? તેનો એ વિચાર કરતી હતી.

અમે જેને કેદ પકડ્યા, તેમાં ઘણા પાદરી લાકો હતા. જોને તેઓનું રક્ષણ કર્યું અને જીંદગી બચાવી. અમે જોનને કહ્યું કે, તેઓ લડવૈયા છે. પણ આપણને છેતરવા માટે તેઓએ પાદરીનો પોશાક પહેર્યો છે. પણ જોન બોલી:—

“એથી શું ? તેઓએ પ્રભુના સેવકોનાં વસ્ત્ર પહેર્યા છે. એમાં એકાદ પણ પવિત્ર હશેજ, અને તે એક પણ ભેગાભેગો મરાઈ જાય તે કરતાં તે એકને ખાતર તેની સાથેના બીજા બચે, એજ બહેતર છે. મારી સાથે તેઓ જમ્યા પછી હું તેમને સહીસલામત છોડી દઈશ.”

અમારા કેદીઓને લઈ ઝુંડા ઉડાવતા અમે શહેરમાં પેઠા. સાત વર્ષમાં જે ફ્રેંચો એ કંઈ પણ વિજય મેળવ્યો હોય, તે આજ હતો; અને એ વિજયનું નિમિત્ત જોન હતી. તે હવે એટલી બધી વહાલી થઈ પડી હતી કે તેને રસ્તામાંથી નીકળવાનો માર્ગ ઘણી મુશ્કેલીથી મળતો હતો.

(૧૨)

જોન બીજે દિવસે લડવા માગતી હતી, પણ પ્રપંચી સરદારોની સભાએ તે દિવસે ધાર્મિક તહેવાર હોવાથી યુદ્ધ ન કરવા સૂચવ્યું. વસ્તુ સ્થિતિ તો એવી હતી કે તેઓએ તે પવિત્ર દિવસને પોતાના કાવાદાવાઓ અને પ્રપંચથી કલુષિત કર્યો હતો. તેઓએ