પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
સાધ્વી ઇલિઝાબેથ


ઘણા દિવસ પછી રાજા લૂઈ પોતાના રાજ્યમાં પાછા ફર્યા. પ્રજા પણ પોતાના દયાવાન રાજાને પાછા ફરેલા જોઇને નિશ્ચિંત થઈ. રાજાના અમલદારો રાજાને આવકાર આપીને મહેલમાં લઈ આવ્યા; પરંતુ રાણી ઉપર હજુ પણ તેમને ઘણો ગુસ્સો ચઢેલો હતો. તેમણે સૌથી પહેલો રાણી વિરુદ્ધ એજ આરોપ રાજાની સન્મુખ રજુ કર્યો કે, રાણી સાહેબ અમારી વાતને બિલકુલ માનતાં નથી અને રાજ્યના ખજાનામાં એકઠું કરેલું દ્રવ્ય મોકળે હાથે ગરીબ લોકોને વહેંચી દે છે. રાજાએ અમલદારોના આ આરોપ સાંભળ્યા પછી હસતે મુખે તેમને કહ્યું કે “રાણીએ શું કર્યું છે ? ગરીબોને રાજ્ય તો આપી દીધું નથી ને ?”

અમલદારો ચૂપ રહ્યા. ત્યાર પછી રાજા બોલ્યા કે “રાણી ઈશ્વરના નામે જે ભલાં કામ કરવા માગતાં હોય તે કામ એમને કરવા દો. એ બાબતમાં અડચણો નાખવી નહિ, પરંતુ સહાયતા આપવી. દરિદ્રોને ભિક્ષા આપ્યાથી રાજ્યનું દેવાળું કદી નથી નીકળવાનું. આપણે ઈશ્વરના નામે ગરીબોને જેટલું અર્પણ કરીશું તેથી અનેકગણું ઈશ્વર આપણને આપશે.”

રાજા લૂઈ ઇલિઝાબેથની પાસે ગયા અને હસતે ચહેરે તથા મધુર સ્વરે બોલ્યા કે ‘‘દયામયિ ! આ દુકાળમાં તમારા ગરીબ લોકો કેમ છે ?”

ચંદ્રોદયથી રજની જેમ સૌંદર્યમયી થઈ જાય, તેમજ સ્વામીના પધારવાથી ઇલિઝાબેથની મૂર્તિ અતિશય મનોહારિણી થઇ ગઈ. રાજા લૂઈ રાણીના ખીલેલા કમળ જેવા સુંદર મુખનું વારંવાર દર્શન કરવા લાગ્યો. તેના હૃદયમાં આનંદની રેલંછેલ થઈ રહી.

પરંતુ હાય ! પૂર્ણિમાની જ્યોત્સ્નામયી રજની ૫છી જેમ અમાવાસ્યાનો ghoર અંધકાર આવીને ઉભો રહે છે, તેમ ઇલિઝાબેથના સુખના દિવસો પછી દુઃખના દહાડા પણ આવી પહોંચ્યા.

ઈ. સ. ૧૨૨૭માં યુરોપના ઘણાખરા રાજાઓ મુસલમાનોના હાથમાંથી જેરૂસલેમ તીર્થનો ઉદ્ધાર કરવા સારૂ યુદ્ધમાં ઉતર્યા હતા. રાજા લૂઈને પણ લાગ્યું કે, આ ધર્મયુદ્ધમાં જવા સારૂ તેમને ઈસુ ખ્રિસ્તેજ આહ્‌વાન કર્યું છે; માટે યુદ્ધમાં જવું આવશ્યક છે. તેઓ રણક્ષેત્રમાં જવાની તૈયારી કરવા લાગ્યા. આ વાત પતિવ્રતા ઇલિઝાબેથના કાને પહોંચી. નાની છોકરીની પેઠે એ રોવા લાગ્યાં. એક દિવસ રાજા લૂઈએ જેરૂસલેમના યાત્રી યોદ્ધાઓની