પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
માણસાઈના દીવા
 

ચોરી એણે જ કરી છે."

"નહિ," રવિશંકર મહરાજે સજળ નેત્રે જણાવ્યું: "એ ઝાલો ચોરી કરે નહિ."

"પણ આમ તો જુઓ!" સરફોજદારે પોતાને સાંપડેલા પીરના પુરાવા તરફ-એટલે કે ઝાલાએ થૂંકેલ ચોખાના ચાવણ તરફ આંગળી ચીંધાડીઃ "આ જુઓ છો?"

"શું છે?"

"હજુ પૂછો છો-શું છે? એ મહારાજ! એ તદ્દન કોરું બિલકુલ થૂંક વગરનું ચાવણ છે. અહીં તો પીરનો હાજરાહજૂર પરચો છે. ચોર હોય તો તેના ચાવેલ ચોખામાં થૂંક ન આવે."

સાંભળીને મહારાજના સંતાપમાં રમૂજ ભળી. નિર્દોષ પીરને પણ જૂઠી સાહેદીમાં સંડોવનાર ગાયકવાડી હિંદુ સરફોજદાર પ્રત્યે એમને હસવું આવ્યું. એ હસવું દબાવીને પોતે કહ્યું: 'ફોજદાર સાહેબ! એ પીર,ચોખા અને થૂંકવાળું શાસ્ત્ર તો હું જાણતો નથી; પણ માણસની માણસાઈનો મને પરિચય છે. આ ઝાલો મારો સંપૂર્ણપણે જાણેલો છે. એને ખેતરે જ રહું છું, એ ચોર નો'ય. એને મારશો નહિ; નહિતર હું સીધો વડોદરે પહોંચું છું'

"બળ્યું ત્યારે.." એટલું કહીને ફોજદારે પીરને સલામ કરીને ચાલતી પકડી. પીર તો શરમના માર્યા સોડ્યમાંયે સળવળ્યા વગર પોઢી રહ્યા.

[૨]

ઝાલા પાટણવાડિયાને લઇ મહારાજ ખેતર પરના સોમાના ઘરમાં જ વસે છે; અને કિનખલોડ ગામના પાટીદારની કાપડની ગાંસડીની ચોરી પર એકધારું ચિંતન ચલાવી રહેલ છેઃ આજે પીરાણાનો પ્રયોગ કર્યો; કાલે પોલીસ બીજી કોઈ એવી જંગલી તજવીજ ચલાવશે. આજે ઝાલાને માર્યો; કાલે કોઈબીજા પાટણવાડિયાને પીટશે. પીરનો આસ્થાળુ ફોજદાર બદલી ગયો ને નવો આવ્યો છે તે વળી મેલડીનું શરણ શોધશે. શું