પૃષ્ઠ:Mansaina Diva.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





‘મારાં સ્વજનો’


મુખીનો કોણ જાણે શો દી ફર્યો હતો કે એનાં પગલાં વાઘલા પાટણવાડિયાની વાડી તરફ વળ્યાં.

જતો તો હતો ધર્મજને સ્ટેશને. સગાંઓ આફ્રિકા ઊપડતાં હતાં, તેમને વળાવવા જ પોતે સ્ટેશન જવા વડદલેથી નીકળ્યો હતો પણ મોત એને મારગમાં એ વાડી તરફ ખેંચી ગયું.

પાટણવાડિયા ત્યાં ત્રણ હતા. એક કોસ હાંકતો હતો. બીજો પાણી વાળતો હતો. ત્રીજો બેઠો હતો. મુખીને આવતા જોઈને વાઘલે કહ્યું : "આવો, મુખી !"

"સાળા કોળા !" પાટીદાર મુખીએ નિતના સામાવાળા આ પાટણવાડિયાને કંઈ કારણ વિના ગાળથી સંબોધીને શરૂઆત કરી : "કેમ, અલ્યા બહુ ફાટ્યા છો ?"

એ પછી, કંઈ નજીવો કિસ્સો બન્યો હશે તેની યાદ આપીને, ધમકી ઉપર ધમકી ઝૂડી.

વાઘલો રાંકપણું રાખીને સાંભલી રહ્યો, એટલે મુખીએ કહ્યું : "લાવ, થોડી શિંગો દે."

વાઘલે શિંગો લાવી આપી, તે ખોઈમાં બાંધીને મુખી સ્ટેશન તરફ ચાલ્યો. પણ એની પીઠ વળ્યા પછી આ ત્રણે જણા તપવા લાગ્યા. એક કહે : "કણબો લેવાદેવા વિનાની ગાળો દઈ ગયો." બીજો કહે : "તો

૭૧