પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૯
ગાંધીજીનો જેલનો અનુભવ.

દરોગો પણ ગયા દિવસનો કાફર નહતો. આ કાફર દરોગાને ભલામણ હતી કે અમને બીલકુલ ન ટોકે.

સહેલું કામ.

અમને ભલામણ હતી કે અમારે બને તેટલું કામ સાચી મહેનતથી કરવું. જે કામ સોંપ્યું હતું તે પણ હળવું હતું. મ્યુનિસિપાલીટિની જમીનમાં પણ સરીયામ રસ્તા પાસે ખાડા ખોદવાના તથા પુરવાના હતા. આમાં થાક મળી શકતો હતો. અને અનુભવ થયો કે જો માત્ર ખુદાજ સાક્ષી રહે તો આપણે કામની ચોરી કરનારા છીએ. કેમકે માણસોનાં કામમાં ઢીલ જોવામાં આવતી હતી.

દાનત ખરી હોવી જોઇએ.

મારો ખાસ મત એ છે કે આવી કામની ચોરીએ આપણને એબ લગાડનારી વાત છે; અને આપણી લડતમાં જે ઢીલ થઇ છે તેનું પણ આ કારણ છે. સત્યાગ્રહનો રસ્તો સહેલો છે તેમ અઘરો પણ છે. આપણી દાનત ખરી હોવી જોઇએ. આપણને સરકાર જોડે વેર નથી. તેને આપણે વેરી સમજતા નથી. સરકારની સામે લડીએ છીએ તે તેની ભૂલ સુધારવા ને ખોડ ભૂલાવવા. આપણે તેના બુરામાં રાજી નથી. તેના સામે થવામાં આપણું ભલું માનીએ છીએ. આ વિચાર પ્રમાણે આપણે તો જેલમાં તાકાત મુજબ કામ કરવું જોઇએ. કદાચ આપણે નીતિને રસ્તે કામ કરવાની જરૂર નથી, તો આપણે દરોગો હોય ત્યારે પુરું કામ કરીએ છીએ તેમ નહિ થવું જોઇએ. કામ કરવું એ વાજબી ન હોય યો આપણે દરોગાની પરવા નહિ કરતાં સામે થવું જોઇએ, અને તેને પરિણામે વધારે જેલ મળે