પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

તો ભોગવવી જોઇએ. પણ આવું કોઇ હિંદી માનતો નથી, જે કામ નથી કરતા તે માત્ર આળસથી અને કામ કરવાની ચોરીને લીધે. આવું આળસ તથા આવી ચોરી આપણને ન શોભે. સત્યાગ્રહી તરીકે આપણે જે કામ આવડે તે કરવું જોઇએ; અને દરોગાની બીક રાખ્યા વિના કામ કરીએ તો આપણને તકલીફ પડેજ નહિ. ગજા ઉપરાંત તો કામ કરવાનું સહેજ નહિ. કામ કરવાની ચોરીને લીધે જેલમાં લોકોને કેટલુંક દુઃખ ભોગવું પડ્યું હતું.

આટલી વાત કર્યા પછી પાછા આપણે કામની વાત ઉપર આવીએ. દિવસે દિવસે અમારૂં કામ હળવું થવા લાગ્યું.

વાવેતરનું કામ.

જે ટોળીમાં હું ગયો હતો તે ટોળીને ત્યારબાદ જેલનો બગીચો સાફ રાખવાનું, તેમાં વાવેતર કરવાનું વિગેરે કામ મળ્યું. મુખ્ય ભાગે મકાઇ વાવવાનું અને પટેટાના ક્યારા સાફ કરવાનું તથા પટેટાના છોડ ઉપર ધુળ ચઢાવવાનું હતું.

ખોદવાનું કામ.

બે દહાડા વળી મ્યુનિસિપાલિટિનું તળાવ ખોદવા લઇ ગયા હતા. તેમાં ખોદવાનું, ધુળની ઢગલી કરવાનું તથા બેરોમાં લઇ જવાનું કામ હતું. આ કામ વળી કઠણ આવ્યું. તેનો અનુભવ માત્ર બે દિવસ મળ્યો. મને હાથના કાંડા ઉપર સોજો ચઢ્યો હતો, તે માટીના ઉપચારથી નાબુદ થયો.

આ જગ્યા ચાર પાંચ માઇલ છેટે હોવાથી અમને ટ્રોલીમાં લઈ જતા. ખાવાનું તળાવે પકવવું પડતું, તેથી સીધું બળતણ પણ