લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૯
ગાંધીજીનો જેલનો અનુભવ.

પોતે ચાર દિવસ સુધી જાજરૂના ખુલાસા વિના રહેલો તેથી તબીયતને પણ જફા પહોંચી હતી.

કોર્ટમાં.

જોહાન્સબર્ગમાં રહ્યો તે દરમ્યાન મારે કોર્ટમાં ત્રણ ચાર વખત જવું પડ્યું હતું. ત્યાં મિ. પોલાકને તથા મારા દિકરાને મળવાની રજા મળી હતી, બીજા પણ કોઇ વેળા મળી જતા. કોર્ટમાં મને ઘરનો ખોરાક મંગાવવાની પણ છુટ મળેલી, તેથી રોટી પનીર વિગેરે વસ્તુ મારે સારૂ મિ. કેલનબેક લાવતા હતા.

બીજા સત્યાગ્રહીઓ.

હું આ જેલમાં હતો તે દરમ્યાન સત્યાગ્રહી કેદી બહુ વધી ગયા હતા. એક વખત પચાસ ઉપરાંત થઇ ગયા હતા. ઘણાને એક પથરા ઉપર બેશી નાની હથોડી વતી ઝીણી કાંકરી ભાંગવાનું કામ સોંપતા હતા. દશેક જણ ફાટેલાં લુગડાં સીવવા વિગેરે કામમાં રોકાતા. મને સંચામાં ટોપી સીવવાનું કામ સોંપવામાં આવેલું. સંચાનું કામ પહેલું અહિંજ હું શિખ્યો. આ કામ મુશ્કેલ નહતું. તેથી શીખતાં કંઇ વખત ન થયો.

કાંકરી ફોડવા જવા માટેની માગણીનો અસ્વીકાર.

હિંદીનો મુખ્ય ભાગ કાંકરી ફોડવા ઉપર હતો. તેથી મેં પણ તે કામની માંગણી કરી. પણ દરોગાએ કહ્યું કે વડા દરોગાનો તેને હુકમ હતો કે મને બહાર નહિ કાઢવો. તેથી તેણે મને કાંકરી ફોડવાની રજા નહિ આપી. એક દિવસે એમ બન્યું કે મારી પાસ સંચાનું કે બીજું સીવવાનું કામ નહતું. તેથી મેં પુસ્તકો