પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૮
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

ભોંયમાં કંઈ ફેર પડતો ખરો. મારી જોડે બીજા કાફરો કામ કરતા હતા. તેઓ વળી પોતાની સજાની કહાણી ભાંગ્યા તૂટ્યા અંગ્રેજીમાં સંભળાવે ને મારી સજાનું પૂછે. કોઈ પૂછે, તેં ચોરી કરી? તો કોઈ પૂછે, તું દારૂ વેચવા સારૂ આવ્યો છે? જ્યારે મેં એક કાંઈક સમજુ કાફરાને સમજાવ્યું ત્યારે તે બોલી ઉઠ્યો, "ક્વાઈટ રાઈટ" (ઠીક કર્યું.) "અમુલુંગુ બૅડ" (ગોરા ખરાબ છે) "ડોન્ટ પે ફાઈન" (દંડ ન આપજે) મારી કોટડીની ઉપર લખ્યું હતું, "આઈસોલેટેડ" (નોંખો પાડેલ). મારી કોટડીની પાસે બીજી પાંચ કોટડી તેવીજ જોવામાં આવી, મારો પાડોશી એક ખૂનનો પ્રયત્ન કરવાની સજા ભોગવનાર કાફરો હતો ત્યાર પછી ત્રણ બીજા હતા. તેની ઉપર દુનિયાના વહેવાર વિરૂદ્ધની જનાખોરી કરવાનો ગુન્હો હતો. આવા સોબતીઓમાં આવી સ્થિતિમાં પ્રિટોરિયાની જેલનો અનુભવ મેં શરૂ કર્યો.

ખોરાક.

જેવી ઉપરની દશા તેવો ખોરાક હતો. સવારના પૂપૂ, બપોરના ત્રણ દહાડા પૂપૂ ને પટેટા અથવા ગાજર, ત્રણ દહાડા વાલ, અને સાંજના ઘી વિનાના ચાવલ. બુધવારે બપોરના વાલ તથા ચાવલ અને ઘી તથા રવિવારે પૂપૂની સાથે ચાવલ તથા ઘી; આમ મળે. ઘી વિના ચાવલ મુશ્કેલીથી ખવાય. ઘી ન મળે ત્યાં લગી તે ન ખાવાનો નિશ્ચય કર્યો. સવારના તેમજ બપોરના પૂપૂ કોઈ વેળા કાચું તો કોઈ વેળા રાબના જેવું હોય. વાલ કોઈ કોઈ વખત કાચ હોય. સાધારણ રીતે વાલ ઠીક પાકતા. શાક મળે ત્યારે નાની ચાર, પટેટી એ આઠ ઔંસમાં ગણાય ને ગાજરને દહાડે તે ગણ્યાં ત્રણ; તે પણ