લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૦
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

ચરબી નથી લેતા તેને હવે સૂક્કા ચાવલ મળે છે, તે બધા ખૂશીથી ખાય છે. જ્યારે સત્યાગ્રહી કેદીઓ હતા ત્યારે તેઓએ પણ ખાધા હતા. તેઓનું વજન દાખલ થતી વેળાએ લીધું હતું અને છોડતી વેળાએ પણ લીધેલું. છૂટતી વખતે તે બધા વજનથી વધ્યા હતા." ડાક્ટરે પૂછ્યું, "બોલ હવે તું શું કહે છે?" મેં કહ્યું, "આ વાત મને ગળે ઉતરતી નથી, છતાં મારે વિષે તો હું કહું છું કે જો મારે બિલકુલ ઘી વગર જવું પડશે તો મારી તબિયત જરૂર બગડશે." ડાક્ટર બોલ્યા, "ત્યારે તારે સારુ હું હુકમ કરું છું." મેં કહ્યું, "હું ઉપકાર માનું છું. પણ મેં ખાસ મારે સારૂ અરજી નથી કરી. જ્યાં લગી ઘીનો હુકમ બધાને મળે નહિ ત્યાં લગી મારાથી રોટી નહિ લેવાય." ત્યારે દાક્તરે કહ્યું, "હવે તું મને દોષ ન દેજે."

અરજી.

હવે શું કરવું? વડો દરોગો આડે નહિ પડત તો હુકમ થાત. તેજ દહાડે મારી પાસે રોટી તથા ચાવલ ધર્યા. હું ભૂખ્યો હતો. પણ સત્યાગ્રહીથી એમ કેમ રોટી લેવાય? તેથી મેં બંને ન લીધાં. બીજે દહાડે ડિરેક્ટરને અરજી કરવાનો હુકમ માંગ્યો તે મળ્યો. તેને અરજીમાં જોહાન્સબર્ગ તથા વોકસર્સ્ટના દાખલા આપી બધા કેદીને સારૂ ઘીની માંગણી કરી. આ અરજીનો જવાબ પન્દર દિવસે મળ્યો. તે એ હતો કે બીજી જાતનો ખોરાક હિન્દીને સારૂ કરે ત્યાં સુધી મને દરરોજ ચાવલ સાથે ઘી મળે. મને આમ ખબર ન હતી તેથી પહેલે દહાડે મેં ચાવલ ઘી તથા રોટી ખુશી થઈ ખાધાં. રોટીની જરૂર નથી એમ જણાવ્યું. પણ ડાક્ટરનો હુકમ છે, એટલે