પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


રેલગાડીના ડબ્બામાં


ગાંડી હશે !

ઘડીવાર ઓશીકે પોટકું મૂકીને આ બાઈ પાટિયા ઉપર સૂવે છે. ઘડીમાં પાછી ઊઠીને બેસે છે. બારીનું પાટિયું પકડીને પાછી માથું ઢાળે છે. બે પળમાં પાછી નીચે ઊતરીને ડબ્બાની ભોંય ઉપર ઊંધી પડે છે. ફરીવાર ઊઠીને બાંકડા પર બેસે છે. થોડી વાર માથે ઓઢણું ઓઢે છે, તો થોડી વાર ઉતારી નાખે છે.

આ તે ગાંડી હશે ! ઠીક થયું, ગમ્મત આવશે. કાંઈક જોણું તો જડ્યું !

એ રીતનું એનું સૂવું, ઊઠવું, બેસવું, બારીએ ઝકડવું, નીચા પડવું, ડોળા તાણવા, હોઠ ફફડાવવા વગેરે ચસકેલ જેવી ચેષ્ટાઓ ચાલુ જ રહી; ગાંડાં-ડાહ્યાં સર્વને ઉઠાવી જતી ગાડી સૂસવાટ દોડતી રહી; અને ડબ્બાનાં લોકો એ બાઈ તરફ હસતાં, ને એને વળગાડ હોવાનું માની વિનોદ સાથે હેબત પામતાં રહ્યાં.

પડખામાં એ ગાંડીનો આદમી બેઠો હતો. ૩૮-૪૦ વરસની ઉંમરે એના મોંમાં ફક્ત ચાર-પાંચ જ દાંત, કોઈ ભયંકર રોગચાળામાં સાફ થઈ ગયેલ બહોળા કુટુંબમાંથી બાકી રહેલા જીવતા જણ જેવા, સૂનમૂન ઊભા છે. બાઈ જ્યારે જ્યારે આવી રીતે લોચતી લોચતી બેવડ વળી જાય છે, ત્યારે એ બોખો પુરુષ પૂછે છે કે, "પાણી પાઉં ?" પુરુષના હાથમાં પાણીની નાની ટબૂડી છે. ટબૂડીના વણમાંજ્યા પિત્તળ પર નજર કરીને નિહાળીએ તો નાની બાળ આંગળીઓની મેલી છાપ પડેલી દેખાય છે.

લોચતી લોચતી ને ગોટો વળી જતી બાઈ બે ગોઠણ વતી પેટ દબાવી રાખીને કહે છે કે, "ના રે ના !" પાછી શ્વાસ ખાય છે. વગડાની હવામાં