પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લેવા તલપાપડ બનેલ ચંદ્રભાલે બાળકને શોધ્યો. મીઠો અવાજ કર્યો: "કાકુ!"

જવાબ ન આવ્યો. ચંદ્રભાલ અંદર ગયો. રસોડામાં પેઠો. ભાભી બેઠાં હતાં. ખોળામાં કાકુ હતો. કાકુના હાથમાં ગાંઠિયાથી ભરેલો વાટકો હતો: કાકુના મોંમાં એક ગાંઠિયો હજુ તો પેસતો હતો.

"લાવ!" કહી ચંદ્રભાલે ગાંઠિયાનો વાટકો ઝૂંટવી લીધો. કાકુના હોઠ વચ્ચેનો ગાંઠિયો પણ ખેંચી લીધો ને કહ્યું: "જમ્યા ઉપર પાછા ગાંઠિયા આપ્યા! માંદો પડશે તો ચાકરી કોણ કરશે?" એમ કહી એણે ગાંઠિયાની વાટકી ભોંય પર પછાડી.

ભાભી અને કાકુ હેબતાયેલાં થંભી ગયાં.

*