પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેળવતું હતું:

માશી-ફઈબા: ખડ-ખડ-ખડ-ખડ !

માશી-ફઈબા: ધબ-ધબ-ધબ-ધબ !

માશી-ફઈબા: ધડબડ-ધડબડ !

નાનું બાળક ’માશી’ની આપેલી બિસ્કિટનો અરધો રહેલો ટુકડો બે હોઠ વચ્ચે લબડાવતું ઊંઘતું હતું.

[6]

વાદળીઓ ચંદ્રને ગળતી અને પાછો બહાર કાઢતી આકાશને માર્ગે ગેલતી જતી હતી. નીચે દરિયો, થાકી લથબથ પડેલો, સુખવિરામ-શ્વાસ લેતો હતો.

દરિયાની તમામ જીવલેણ તરંગાવળ જાણે કે સામટી મળીને વરાળ બની એક તરતા મછવામાં સંઘરાઈ ગઈ હતી. બે માનવીઓનાં હૃદય વચ્ચે એ વહેંચાઈ ગઈ હતી.

રોહિણી રણજિતના ખોળામાં રડતી રડતી પડી હતી. મછવો એ રુદનનો બોજો જાણે માંડમાંડ વહેતો હતો. માછીઓ હળવાં હલેસાં નાખતા માછી-ગાનના તાન મારતા હતા.

"આપણે એમ કરીએ:" રણજિતના સૂરમાં સ્વસ્થતા આણવાનો પ્રયત્ન હતો: "હું જગતને જાહેર કરીશ કે મારે અને તારાને પ્રથમથી જ હૃદયમેળ નહોતો; મેં બધા પ્રયત્નો કરી જોયા, પણ..."

રોહિણી એક બાજુ ફરી ગઈ. રણજિતે ઉમેર્યું:

"ને તમે એમ જાહેર કરો કે મેં તો સમાજના રૂઢિ-દુર્ગને આઘાત દેવાના હેતુથી જ બંડ કર્યું છે. પછી આપણે ક્યાંઈક નીકળી જઈશું."

"હં - પછી ?" રોહિણીએ પડખાભેર મોં રાખીને જ પૂછ્યું.

"ને હું સમાજને કહીશ કે તારાને એની ખુશી પડે ત્યાં પોતાનું દિલ જોડવાની છૂટ છે."

રોહિણીએ પાસું બદલ્યું. એની આંખોની જ્વાલાઓ રણજિતની આંખોને સળગાવતી રહી. એણે એક પણ શબ્દ ન કહ્યો. નિર્મોહી ને નિર્વિકાર