પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
મોત્સાર્ટ અને બીથોવન
 


છે, “કાઉન્ટેસ ચાલો આપણે કાઉન્ટ અને સુસાનાને ઉઘાડાં પાડીએ !” પછી સુસાના અને કાઉન્ટેસ “કોને ઉઘાડા પાડીશ ?” એમ મોટો અવાજ કાઢે છે એટલે એ બંનેની મૂળ સાચી ઓળખ છતી થાય છે અને કાઉન્ટ તથા ફિગારો ભોંઠા પડી શરમાય છે. ફિગારોનાં લગ્ન કાઉન્ટ સુસાના સાથે કરાવે છે.

– અંત –
પ્રીમિયર શો
બર્ગ થિયેટર, વિયેના, 1 મે 1786

સુસાના નૅન્સી સ્ટોરેસ
ફિગારો ફ્રાન્ચેસ્કો બેનુચી
કાઉન્ટેસ લુઈસા લાસી મોમ્બેલિના
કાઉન્ટ સ્ટેફાનો માન્દિની
ડૉન બૅઝિલિયો મિકાયેલ કૅલી
ડૉન કુર્ઝિયો મિકાયેલ કૅલી
માર્સેલિના મારિયા માન્દિની
ચેરુબિનો ડોરોટી સાર્દી બુસાની


પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો.