પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૅરેજ ઑફ ફિગારો
૮૯
 

જો તું મને પ્રેમ કરશે તો તું કાંઈ પણ માંગીશ તે હું તને આપીશ. તો હવે હું માંગું છું કે તમે મારાં લગ્ન ચેરુબિનો સાથે કરાવી આપો.” પોતાનું નખ્ખોદ જવા બેઠું છે એમ બબડીને કાઉન્ટ બાર્બેરિનાનાં ચેરુબિનો સાથે લગ્ન કરાવી આપે છે, અને એ દરમિયાન સુસાના પિનવાળો પત્ર કાઉન્ટને આપે છે.

અંક – 4

બગીચામાં રાતે અંધારામાં ફાનસ લઈને બાર્બેરિના પ્રવેશે છે. કાઉન્ટે સુસાનાને પાછી મોકલેલી પિન પોતે ખોઈ નાંખી છે અને એ શોધવા એ હાંફળીફાંફળી ડાફોળિયાં મારે છે. ત્યારે જ માર્સેલિના સાથે ફિગારો પ્રવેશે છે અને એ બે જણ આગળ બાર્બેરિના બાફી મારે છે. એટલે ફિગારોને સુસાનાના ચારિત્ર્ય ઉપર શંકા જાગે છે, કે એ પોતાને છેતરી તો નથી રહી ને ? ફિગારો એક ઝાડના થડ પાછળ સંતાઈને તાલ જુએ છે. અરસપરસ કપડાં બદલીને એકબીજાના વેશમાં સુસાના અને કાઉન્ટેસ પ્રવેશે છે. સુસાના ફિગારોને અનુલક્ષીને પ્રેમયાચનાનું ગીત ગાય છે પણ સ્વાભાવિક જ ફિગારો એને કાઉન્ટને અનુલક્ષીને ગાયેલું માને છે. તે જ વખતે બાર્બેરિનાને શોધતો ચેરુબિનો પ્રવેશે છે. સુસાનાનાં કપડાંમાં કાઉન્ટેસને સુસાના માની તેની સાથે અડપલાં કરવાની લાલચ એને થાય છે. એ સુસાનાને ચુંબન કરવા પોતાનું મોં નજીક લઈ જાય છે ત્યાં જ ગુસ્સાથી સુસાના ભડકે છે અને એ જ ક્ષણે બગીચામાં પ્રવેશેલો કાઉન્ટ આ દૃશ્ય જોઈ ક્રોધાવેશમાં આવીને ચેરુબિનો પર હાથમાં રહેલું ખોખું ફેંકે છે જે નિશાનચૂકના પરિણામે પાછળ ઝાડ ઓથે સંતાયેલા ફિગારોના હાથમાં પડે છે. સુસાના ભાગીને બગીચા બહાર જતી રહે છે. સુસાનાના વેશમાં એકલી પડેલી કાઉન્ટેસ સાથે કાઉન્ટ અડપલાં કરવા આગળ વધે છે, અને કરે છે. એટલામાં કાઉન્ટેસના વેશમાં સુસાના ફરી પ્રવેશે છે. એટલે ફિગારો થડ પાછળથી નીકળીને પ્રકાશિત થઈને સુસાનાને કહે