પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
મોત્સાર્ટ અને બીથોવન
 

 અંક – 3

કાઉન્ટ ફિગારોનાં લગ્ન માર્સેલિના સાથે ગોઠવવાની તજવીજમાં પડે છે. એ ફિગારોને પૂછે છે, “તારાં માબાપ કોણ છે ? ક્યાં છે ? તારા લગ્નમાં એમની હાજરી જોઈશે. જા, બોલાવી લાવ એમને.” ફિગારો કહે છે કે એ પોતે જ પોતાનાં માબાપને દસ વરસથી શોધી રહ્યો છે. પોતે બાળક હતો ત્યારે કોઈ પોતાને ઉઠાવી ગયેલું. બાંય ઊંચી કરીને જમણા બાવડા પર ત્રોફાયેલું છૂંદણું બતાવીને કહે છે કે મારાં માબાપ આ જોશે તો તરત મને ઓળખશે. તરત જ માર્સેલિનાના કાન સરવા થાય છે અને દોડતી આવીને પૂછે છે કે લંગર તો નથી ત્રોફાવેલું ને ? અને જુએ છે તો લંગર જ દેખાતાં ફિગારોને વળગી પડીને બચીઓનો વરસાદ વરસાવે છે, અને કહે છે કે આ જ એનો અને બાર્તોલોનો નાનપણમાં ખોવાયેલો દીકરો રફાયેલો છે. લૂંટારૂઓ એને ઉઠાવી ગયેલા. ત્યાં જ સુસાના પર્સ ઝુલાવતી આનંદથી પ્રવેશે છે. ફિગારોને મુક્ત કરવા માટે એ બિચારી ગમે ત્યાંથી પૈસા ભેગા કરી લાવી છે. એને આ મામલો સમજાતાં થોડી વાર લાગે છે.

આ બાજુ માળી એન્તોનિયોની ઝૂંપડીમાં બાર્બેરિના ચેરુબિનોને છોકરીનાં કપડાં પહેરાવે છે. કાઉન્ટેસ સુસાનાના કાઉન્ટ સાથેના ગુપ્ત મિલન માટે સુસાના પાસે કાગળ લખાવે છે અને એનું કવર એક પિનથી બંધ કરે છે તથા ઉપર લખાવે છે : ‘સીલ પાછું મોકલ.’ કાઉન્ટ અને કાઉન્ટેસ સમક્ષ બાર્બેરિના ખેડૂત કન્યાઓ સાથે નૃત્ય પેશ કરે છે. પણ કન્યાઓમાંથી ચેરુબિનોને કાઉન્ટ ઓળખી કાઢે છે, એની લાંબા વાળની વીગ ખેંચી કાઢીને એને ઉઘાડો પાડે છે. આ કાવતરાથી રોષે ભરાયેલા કાઉન્ટનો કાઉન્ટેસ પરનો શક મજબૂત બને છે. ત્યાં જ બાર્બેરિના મોટેથી કાઉન્ટને ઉદ્દેશીને બોલે છે, “તમે મને વારંવાર આશ્લેષમાં લઈને ચુંબનોથી નવડાવીને કહેતા હતા ને કે હે બાર્બેરિના,