પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેટલોક વખત વીત્યા પછી નીમેલ જગ્યાએ ત્રણે ગુલામો એકઠા થયા. નીમેલી જગ્યા તે સ્મશાન પાસેનો પીપળો હતો.

પહેલા ગુલામે કહ્યું : "સમશેરબહાદુરની પાસે હું તો ઠીક ફાવ્યો છું તે એના બાપને ત્યાં આવતી કાલે જશે."

તેના ગોઠિયાઓએ પૂછ્યું : " એ તું કેમ કરી શક્યો?"

પહેલા ગુલામે જવાબ દીધો  : "મેં સમશેરબહાદુરને એટલો ચડાવ્યો કે તેણે આખી દુનિયા જીતી લેવાનું બીડું બાદશાહ આગળ ઝડપ્યું. આ ઉપરથી બાદશાહે સમશેરબહાદુરને ઉત્તરનો મુલક જીતવાનું ફરમાવ્યું. સમશેરબહાદુર રણે ચડ્યો. પહેલી જ રાત્રે તેના દારૂમાં મેં ભેજ મેળવ્યો અને ઉત્તરના રાજાને તો ખૂબ લડવૈયા બનાવી આપ્યા. લશ્કર જોતાં જ સમશેરના લડવૈયા બીધા. સમશેરે તોપ ચલાવવા હુકમ કર્યો. પણ તોપ શાની ચાલે ? દારૂમાં તો બંદાએ પુષ્કળ ભેજ નાખેલો. સમશેરના સિપાઈ ઘેટાની માફક નાઠા, અને ઉત્તરના રાજાએ તેઓની પાછળ પડી કતલ ચલાવી. સમશેરની નામોશી થઈ. તેની જાગીર બધી છીનવી લીધી છે, અને આવતી કાલે તેને તોપે ચડાવવાનો હુકમ છે. હવે મારે એને એક જ