પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકરણ ચોથું

સમશેરવાળા ગુલામે પોતાનું કામ પૂરું કર્યું એટલે અગાઉ કરેલા ઠરાવ મુજબ મૂર્ખાવાળા ગુલામને મદદ કરવા આવી પહોંચ્યો.તેણે ખેતર ઉપર આવીને આમ તેમ ખૂબ જોયું, પણ પોતાના ભાઈબંધને ન દીઠો. માત્ર એક ખાડો જ જોવામાં આવ્યો.

તેણે વિચાર્યું, "આ તો ચોખ્ખું દેખાય છે કે મારા ભાઈબંધ ઉપર કંઈક આફત આવેલી હોવી જોઇએ.