પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું હવે એની જગ્યા લઉં. મૂર્ખાએ ખેતર તો પૂરું કર્યું, હવે તો તેને વીડીમાં હંફાવવો જોઇશે."

વીડીમાં ગુલામે પાણીથી મૂર્ખાની ગંજીઓ ભીની કરી મૂકી અને મોટું પૂર આવેલું તેથી ઉપર કાદવ પથરાઈ ગયો.

મૂર્ખો સવાર પડતાં દાતરડાની ધાર કાઢીને ઘાસ કાપવા ચાલ્યો. તેણે કામ શરૂ કર્યું પણ એક બે વાર દાતરડું ચલાવ્યું તેમાં તેની ધાર વળી ગઈ, અને દાતરડું જરાયે ચાલે નહીં. મૂર્ખો તોયે મંડ્યો રહ્યો. પણ જ્યારે દાતરડું ન ચાલ્યું ત્યારે મનમાં બોલી ઊઠ્યોઃ "આમ કંઇ વળવાનું નથી. હું ઘેર જાઉં, ધાર કાઢવાનાં હથિયાર લઈ આવું અને સાથે ટુકડો રોટલો પણ લાવું. એક અઠવાડિયું જાય તોપણ શું થયું? ઘાસ તો કાપ્યે જ છૂટકો છે."

ગુલામ આ સાંભળી રહ્યો ને મનમાં બબડી ઊઠ્યો: "આ મૂર્ખો ચીકટ માણસ છે. મારાથી આમ તો એને પહોંચી નહીં વળાય. હવે બીજી યુક્તિ રચવી પડશે."

મૂર્ખો પાછો ફર્યો, દાતરડાની ધાર કાઢી અને ઘાસ કાપવું શરૂ કર્યું. ગુલામ ઘાસમાં પેસી ગયો, દાતરડાની અણી પકડવા લાગ્યો. આથી મૂર્ખાને મહેનત તો બહુ જ પડી. પણ જ્યાં બહુ ભેજ હતો, તે નાના ટુકડા સિવાય બધો ભાગ તેણે પૂરો કર્યો. હવે ગુલામ કાદવમાં પેઠો અને