પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂર્ખો બોલ્યો : " ઠીક છે. જોઈએ બનાવ."

એટલે ગુલામે પૈસા કેમ બનાવવા તે બતાવ્યું. તેને કહ્યું : " પેલા ઝાડનાં પાતરાં લઈને તમારા હાથમાં ચોળો એટલે તમારા હાથમાંથી સોનાનાં ફૂલ ખરશે."

મૂર્ખે પતરાં લીધાં, હાથમાં ચોલ્યાં અને સોનાનાં ફૂલ પડવા લાગ્યાં. મૂર્ખો બોલી ઈઠ્યો : " આ તો મજેનું કામ થયું. હવે મારા માણસો પોતાના બચેલા વખતમાં એનાથી રમશે."

ગુલામ બોલ્યો : "હવે મન રજા આપો."

મૂર્ખે રજા આપી અને કહ્યું : " ઈશ્વર તારી સાથે વસજો." એટલું મૂર્ખો બોલ્યો કે તરત ગુલામ જમીન તળે પેસી ગયો અને માત્ર એક ખાડો જ રહ્યો.