પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકરણ આઠમું

મૂરખરાજ શાંતિથી પોતાને ઘેર રહેતો હતો. પોતાના ઘરડાં માબાપનું ભરણપોષણ કરતો હતો. અને મૂંગી બહેનની સાથે ખેતરના કામમાં મચ્યો રહેતો હતો. એક દહાડો તેનો કૂતરો બીમાર થયો અને મરવાની અણી પર આવ્યો. મૂર્ખાને દયા આવી અને તેને રોટલીનો ટુકડો આપ્યો. આ રોટલીનો ટુકડો તેણે પોતાની ટોપીમાં ઘાલ્યો હતો. તેની ટોપીમાં પેલા ગુલામે આપેલાં મૂળિયાં પણ મૂર્ખો રાખતો. આમાંનું મૂળિયું રોટલીના ટુકડાની સાથે પડી ગયું. કૂતરો રોટલી સાથે તે પણ ગળી ગયો અને તુરતજ સાજો થઈ રમવા, ભસવા અને