પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નારાજ ન થઈ. મનમાં તેણે વિચાર્યું: "શું હું મારા ધણીની સામે થાઉં? એ તો બને જ કેમ? જેમ સોય ચાલ તેમ દોરી તો તેની પાછળ ચાલશે જ" તેથી તે મોંઘીની પાસે ખેતરનું કામ શીખવા લાગી. તે કામાં પાવરધી થઈ અને પોતાના ધણીને કામમાં મદદ કરવા લાગી.

પરિણામ એ આવ્યું કે ડાહ્યા-ડમરાઓ મૂર્ખાનું રાજ્ય છોડી ચાલ્યા ગયા, માત્ર સાદા રહ્યા. કોઈની પાસે ધનદોલત ન મળે મહેનતમજૂરી કરી પોતાનું પોષણ કરવા લાગ્યા. અને તે ગામમાં વખતોવખત સાધુપુરુષો ચઢી આવતા, તેઓની આ બધા સાદા માણસો આગતાસ્વાગતા કરતા.