પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકરણ તેરમું

સેતાન ભૂખે મરવા લાગ્યો એ વાત લોકોએ મૂર્ખાને કહી. મૂર્ખો બોલ્યો : "આપણે તેને ભૂખે ન મરવા દેવો. બધાએ એક એક દિવસ ખાવાનું આપવું. "

સેતાન નિરુપાય થયો. તેને ભીખ કબૂલ કરવી પડી. એક દહાડો તે મૂર્ખાને ઘેર વારા પ્રમાણે ખાવા આવ્યો. (મૂરખરાજને ત્યાં રાજા-રૈયત વચ્ચે આવી બાબતમાં ભેદ ન હતો.) મૂંગી ખાવાનું તૈયાર કરતી હતી. મૂંગી અનુભવી હતી. ઘણી વાર આળસુ લોકો કંઇ કામ કર્યા