પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિના વહેલા ખાઈ જતા. આથી મૂંગી અકળાયેલી. માણસના હાથ ઉપરથી તે જાણતી કે માણસો મહેનતુ છે કે આળસુ. જેના હાથ ઉપર કોદાળીનાં આંટણ ન પડ્યાં હોય તેને આળસુ માની, આંટણવાળા માણસો જમી રહે તે પછી આળસુ માણસોને તે ખાવાનું દેતી.

હવે મૂંગીએ સેતાનના હાથ જોયા. તે તો લીસા ને આંટણ વિનાના હતા. એટલે મૂંગીએ તેને ઇશારો કરી સમજાવ્યું કે તેને મજૂરો ખાઈ લેશે પછી ખાવાનું મળશે.

મૂંગીની માએ સેતાનને સમજ પાડી. સેતાન શરમાયો, ને નારાજ થઈને બોલ્યો : "તમારો કાયદો તો આંધળો લાગે છે. બધા માણસોએ અંગમહેનત કરવી જોઈએ એવું તો મેં તમારા રાજમાં જ જોયું. શું તમે એમ માનો છો કે અક્કલવાન માણસોએ પણ મજૂરી કરવી પડે?"

મૂરખરાજ બોલ્યો:"એ તો મને ખબર ન પડે. અહીં તો બધું કામ હાથે ને પગે થાય છે."

સેતાને કહ્યું : "માણસો અક્કલ વિનાના છે તેથીસ્તો. તોપણ મગજશકિતથી કેમ કામ કરવું એ હું તમને બધાને શીખવી શકું છું. પછી તમને માલૂમ પડશે કે