પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થાય. અગાસી ઉપર ખાવાનું હતું નહીં. સહુના મનમાં હતું કે મગજથી કામ કરી સેતાન પોતાના ખાવાનો બંદોબસ્ત કરતો હશે, એટલે કોઇ ને ખાવાનું પહોંચાડવાનું ન સૂઝયું.

મૂરખરાજે પુછાવ્યું : "કેમ, પેલા ગૃહસ્થે મગજ વતી કામ કરતાં શીખવ્યું કે ?"

લોકો બોલ્યા : "ના જી, એ તો બોલ બોલ કર્યા કરે છે."

બોલતો બોલતો સેતાન થાક્યો. ભૂખથી નબળો પડ્યો. તે લથડ્યો, અગાસીની દીવાલ સામે તેનું માથું પછડાયું. આથી લોકોને લાગ્યું કે ગૃહસ્થે મગજથી કામ કરવાનું શરૂ કર્યું. મૂરખરાજને ખબર મળી કે ગૃહસ્થ હવે મગજ વતી કામ કરવાનું બતાવવા લાગ્યો છે.

આ સાંભળી મૂરખ મિનારા પાસે આવ્યો. મૂરખ પહોંચ્યો ત્યારે તો સેતાન તદ્‌ન લેવાઇ રહ્યો હતો. તેથી તેનું માથું પછડાયા જ કરતું હતું. તે ઊતરવા ગયો પણ પગમાં જોર નહીં તેથી તે પગથિયે પગથિયે માથું પછોડ્યો નીચે પડ્યો.

મૂરખ બોલ્યો :"ગૃહસ્થ કહેતો હતો એ વાત તો ખરી. તે કહેતો હતો કે કેટલીક વાર મગજ વતી કામ કરતાં