પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂર્ખો વધારે વિચારમાં પડ્યો ને બોલ્યો : "ત્યારે તો, ભાઈ, અમને જરૂર શીખવ. અમારા હાથપગ થાકશે ત્યારે અમે મગજનો ઉપયોગ કરશું."

સેતાને શીખવવાનું વચન આપ્યું. મૂરખરાજે લોકોમાં જાણ કરી કે એક ગૃહસ્થ લોકોને મગજ વતી કામ કરતાં શીખવશે. જ્યારે તેઓના હાથપગ ભાંગે ત્યારે મગજ વાપરવું . ને મગજથી કામ વધારે થાય છે એમ એ ગૃહસ્થ કહે છે.

મૂરખરાજના ગામમાં એક ઊંચો મિનારો હતો. તેને ઊંચી ને સીધી સીડી હતી. તે મિનારા ઉપર સેતાનને મૂર્ખે મોકલ્યો કે જેથી બધા લોકો તેને જોઇ શકે, ને સાંભળી શકે.

સેતાન અગાસીએ ચડ્યો. લોકો તેને જોવા ને સાંભળવા આવ્યા. લોકોના મનમાં તો એમ હતું કે હાથને બદલે મગજ કેમ વાપરવું તે કંઇક કળા કરી સેતાન શીખવશે. તેને બદલે સેતાને તો ભાષણ શરૂ કર્યું , ને લોકો અંગમહેનત કર્યા વગર કેમ નભી શકે એ બોલવા લાગ્યો. લોકો તો આ બધું ન સમજ્યા. થાકીને પોતપોતાને કામે ચડ્યા.

સેતાન તો બરાડા પાડ્યા જ કરે. આવતા જતા લોકો સાંભળે, ઊંચે જુએ ને ન સમજે એટલે ચાલતા