પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકરણ પહેલું


એક સમયે કોઈ એક દેશમાં એક પૈસાદાર ખેડૂત રહેતો હતો. તેને ત્રણ દીકરા હતા. તેમાંના એકનું નામ મૂરખરાજ, બીજાનું નામ ધન્વંતરિ અને તીજાનું નામ સમશેરબહાદુર હતું. તેને મોંઘી કરીને એક દીકરી હતી. તે બહેરી ને મૂંગી હતી. બાઈ મોંઘી હંમેશા કુંવારી રહી હતી. સમશેરબહાદૂર લડાઈઓમાં તે દેશના રાજાની ચાકરી કરવા જતો; ધન્વંતરિ વેપારમાં ગૂંથાયેલો, અને મૂરખરાજ પોતાની બહેનની પેઠે ઘેર જ રહ્યો. તે ખેતરમાં