પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કામ કરતો અને કામમાં તેની પીઠ પણ વળી ગયેલી હતી.

સમશેરબહાદુર લડાઈમાં એક્કો હોવાથી, દરજ્જામાં ચડ્યો, અને તેણે પૈસો પણ ઠીક એકઠો કર્યો. તે એક મોટા ગૃહસ્થની છોકરીને પરણ્યો. જોકે તેનો પગાર મોટો હતો, અને તેણે જાગીરો પણ ઠીક લીધેલી હતી, છતાં ઉધાર પાસ હંમેશાં વધી જતી હતી. ધણી જે કમાતો તેના કરતાં તેની ઓરત વધારે પૈસા ઉડાવતી, તેથી હંમેશાં આ કુટુંબને પૈસાની ભીડ રહેતી. આમ થવાથી સમશેરબહાદુર પોતાની જાગીરની આવક ઉઘરાવવા નીકળ્યો, ત્યારે તેના વહીવટદારે જવાબ દીધો : " ભાઈસાહેબ, આપણને આવક જોગું કંઈ રહ્યું નથી. આપણને નથી ઢોર, નથી હથિયાર, નથી ઘોડા કે ગાય; હળ સરખુંયે નથી. જો આ બધું અપાવો તો આપણને આવક થાય ખરી."

આ સાંભળી સમશેરબહાદુર પોતાના બાપની પાસે ગયો અને કહ્યું : "બાપા, તમારી પાસે ધન ઠીક છે. મને તેનો લાભ હજી સુધી મળ્યો નથી. તેમાંથી ત્રીજો હિસ્સો મને મળે તો હું મારી જાગીરમાં સુધારો કરું."

ડોસો બોલ્યો, "તું કરમી દીકરો જણાય છે. મારા ઘરમાં તો એક ફૂટી બદામે નથી લાવ્યો, તો પછી