પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

દ્વારા શોધી કાઢ્યું કે જ્યારે સૂર્ય ક્ષિતિજથી ૧૯૦ કે તેથી નીચેની સપાટીએ હોય ત્યારે આ પ્રત્યાવર્તન થાય છે. ઇબ્ને હિશામે પદાર્થોના આકર્ષણના સિદ્ધાંતો વિશે પણ ચર્ચા કરી છે. જેનાથી એવું લાગે છે કે તેઓ જાણતા હતા કે ગુરુત્વાકર્ષણના લીધે પ્રવેગમાં વધારો થાય છે.

ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં અલ હિશામનું પ્રદાન અમૂલ્ય છે. ગણિતમાં અંકગણિત અને બીજગણિતમાં પરસ્પર જોડાણથી વિશ્લેષણાત્મક ભૂમિતિના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. એમણે પદાર્થની ગતિનો અભ્યાસ કર્યો અને એ જણાવનાર પ્રથમ હતા કે જ્યાં સુધી ગતિમાન પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ રોકાતું નથી કે પોતાની દિશા બદલતું નથી. આ નિયમ ન્યૂટનના ગતિશાસ્ત્રના પ્રથમ સિદ્ધાંત જેવો છે. 'અલ શુકૂક અલા બતલામ્યૂસ' (ટૉલેમી સંબંધી શંકાઓ) નામક પુસ્તકમાં અલ હિશામે ટૉલેમીના ઘણા વિચારો ઉપર તીખી પ્રતિક્રિયાઓ આપી છે. અને હિશામે ગણિતના એક કોયડા ઉપર પણ ખૂબ જ મહેનત કરી હતી એ હતું વર્તુળમાં એના માપ જેટલા ચોરસ રચવાનું. ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ આ કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે પણ કોઈ સફળ થઈ શક્યું નહિ. ઈબ્ને હિશામ પણ એને ઉકેલવામાં સફળ થયા ન હતા.

અંક સિદ્ધાંત (નંબર થિયરી)માં કોયડા ઉકેલ્યા જે હવે વિલ્સનનો સિદ્ધાંત તરીકે ઓળખાય છે.

જો p અવિભાજય હોય તો 1+(P-1)! એ p થી ભાજ્ય છે.

ઈબ્ને અલ હિશામે ર00 થી વધુ ગ્રંથોની રચના કરી હોવાનું મનાય છે. જેમાંથી દુર્ભાગ્યપૂર્ણ રીતે બહુ જ ઓછા હાલમાં ઉપલબ્ધ છે. ૭ ભાગમાં રચાયેલ પ્રકાશ વિજ્ઞાનનું ગ્રંથ પણ લેટીન અનુવાદમાં જ ઉપલબ્ધ છે. અને મૂળ કૃતિ નાશ પામી છે. મધ્યયુગમાં એમના કોસ્મોલોજીના ગ્રંથો લેટીન હિબ્રૂ અને બીજી ભાષામાં અનુવાદિત થયા હતા. એમણે માનવ ઉત્ક્રાંતિ વિશે પણ ગ્રંથની રચના કરી છે જે આજે પણ એક ગંભીરપણે અધ્યયન કરનારાઓ માટે ઉપયોગને પાત્ર છે.

ઈબ્ને હિશામના લખાણોમાંથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે એમણે મુસ્લિમ વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત અને કાર્યાન્વિત વૈજ્ઞાનિક પદ્ધતિઓનો વિકાસ કર્યો જેનાથી ભૌતિક ઘટનાઓનાં આયોજનબદ્ધ નિરિક્ષણો અને એ સંબધિત બાબતો દ્વારા વૈજ્ઞાનિક સિદ્ધાંતોના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. આ પદ્ધતિસહની વૈજ્ઞાનિક કાર્યપ્રણાલીઓ વૈજ્ઞાનિક કાર્યોમાં એક નોંધપાત્ર ઘટના હતી કારણ કે એની